વરાડિયામાં પરિણીતાએ ગળેફાંસો ખાધો

ભુજ, તા. 13 : અબડાસા તાલુકાના વરાડિયા ગામે કોઇ?અગમ્ય કારણોસર પરિણીતાએ આજે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વરાડિયા ગામની 35 વર્ષીય સીમા પાલજી સીજુ આજે સાંજે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ?આપઘાત કરી લીધો હતો. સીમાને તેનો પતિ કોઠારાની સરકારી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો ત્યારે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. લઇ?આવનાર પાલજીએ જણાવ્યું હતું કે, સીમાએ કોઇ?અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લીધી છે. કોઠારા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને નખત્રાણાના ડી.વાય.એસ.પી.એ આ અંગે તપાસ આદરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer