એક જમાનામાં પાંચ પૈસાની ફૂલ મીઠાઇ આજે પાંચ રૂપિયાની પણ ક્રેઝ યથાવત

એક જમાનામાં પાંચ પૈસાની ફૂલ મીઠાઇ  આજે પાંચ રૂપિયાની પણ ક્રેઝ યથાવત
આણંદપર (યક્ષ) : આજના જમાના પ્રમાણે બાળકોને ખાવા માટે વાનગીઓ રોજ-બરોજ નીત-નવી આઇટમો જોવા મળતી હોય છે. જેમાં અમુક આઇટમો બાળકો માટે જોખમી રૂપ પણ હોય છે અને તેમાં પ્લાસ્ટિક પેકિંગવાળી આ વસ્તુઓ આગળ જતાં નુકસાનકારક પણ નીકળે છે પણ જે પહેલાં જૂના જમાનાની જે બાળકો માટેની ખાવાની વસ્તુઓ ફાયદાકારક રહેતી હતી. વર્ષોથી શિયાળામાં બાળકોની મનપસંદ ફૂલ મીઠાઇ (ડોશીમાના વાળ) જે પહેલાં પાંચ પૈસામાં મળતી જે આજે મોંઘવારી વધતાં આજે એ જ વસ્તુ પાંચ રૂપિયામાં મળે છે છતાં પણ પહેલાં જેટલી જ બાળકોમાં આજે લોકપ્રિય છે અને આજે આ ફૂલ મીઠાઇ વાળાની ઘંટડી વાગે એટલે નાના બાળકો લેવા દોડતા જાય અને કહેતા જાય હાલો ડોશીમાના વાળ આવ્યા છે. ફૂલ મીઠાઇ ખાંડમાંથી બનાવવામાં આવે છે. ફૂલ મીઠાઇ એટલી મોટી લાગે પણ જ્યારે મોંની અંદર જાય એટલે સાવ નાની થઇ જાય છે. વર્ષો પહેલાં આ ફૂલ મીઠાઇ વેચવા ફેરિયા બસમાં આવતા જેવા બસમાંથી ઉતરે એટલે ફેરિયાને ઘેરી વળતા અને કહેતા પહેલાં મને આપો-ની રાડો પાડતા. ત્યારબાદ સાઇકલ પર આવતા હાલ આ ફેરિયાઓ મોટર સાઇકલ પર આવે છે. આમ મોટર સાઇકલ પર આવવાથી રોજના ચારથી પાંચ ગામોમાં સારું એવું વેચાણ કરી જાય છે. પહેલાં બસમાં આવતા ત્યારે માંડ એકથી બે ગામો જ થતા. ફૂલ મીઠાઇ બનાવવી એ પણ એક કળા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer