ત્રણસો આખલા સંભાળતી ગુજરાતની પ્રથમ નંદીશાળાને મળતો દાનનો ધોધ

ત્રણસો આખલા સંભાળતી ગુજરાતની પ્રથમ નંદીશાળાને મળતો દાનનો ધોધ
અંજાર, તા. 13 : અહીં સંવેદના ગૌસેવા ગ્રુપ દ્વારા સંચાલિત ગુજરાત રાજ્યની સૌપ્રથમ નંદીશાળાના પ્રમુખ એવા મહંત ત્રિકમદાસ મહારાજ દ્વારા સ્થાપિત કરાઈ છે, તેને તેમના પ્રયાસોથી રસિકો દ્વારા દાનનો ધોધ વહી રહ્યો છે. દાન આપનારા દાતાઓમાં નીલકંઠ સોલ્ટ ગાંધીધામ હ. સામજીભાઈ કાનગડ દ્વારા ત્રણ લાખ, શ્રીરામ સોલ્ટ ગાંધીધામ હ. બાબુભાઈ હુંબલ દ્વારા 2.51 લાખ, ગુલાબભાઈ શેઠ પરિવાર મસ્કત તરફથી રૂા. 1.51 લાખ, કીર્તિભાઈ અનમ, ઘાટકોપર મુંબઈ જન્મદિવસ નિમિત્તે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર તેમજ હરીશ ચત્રભુજ ભીંડેના સ્મરણાર્થે ડી.સી. ઠક્કર, પ્રેમલતાબેન શિવજીભાઈ સોરઠિયા, ગાંધીધામ, વિનોદભાઈ સોલંકી માધાપર, વિશ્રામભાઈ મુરલી બેકરીવાળા, પૂનમ રવીન્દ્ર સોરઠિયા, ધનાભાઈ આહીર અને મહેશ સોરઠિયા, સ્ટીરિયો સાઉન્ડ દ્વારા રૂા. 51-51 હજારનું દાન અપાયું છે. હાલે નંદીશાળામાં 300 નંદી છે. જે અંજારની અલગ અલગ સોસાયટીમાંથી નગરપાલિકાના સહકારથી ઉપડાવી રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં થોડા સમયમાં બીજો રાઉન્ડ ચાલુ કરાશે. મહંત ત્રિકમદાસજી મહારાજે લોકોને અપીલ કરી છે કે રોડ ઉપર ચારો ન નાખતાં અમે વધુમાં વધુ શહેરની સમસ્યા ઉકેલી શકીશું. એક માસના નંદીના નિભાવના 1100 રૂા. આપી નંદીની સેવા કરી શકશો. તેમણે લક્ષ્મી જ્વેલર્સ, 12 મી. રોડ 99092 26362, વિપુલ જ્વેલર્સ-લોહાર ચોક 97271 11666, ફેન્સી ડ્રેસીસ-12 મી. રોડ 94269 91406, પતંજલિ મોલ-ચિત્રકૂટ સર્કલ 94274 43666 ખાતે દાન આપી રસીદ લઈ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. કાર્યકરો અશોકભાઈ સોની, મહેશભાઈ સોની, પીયૂષ પૂજારા, દિલીપ ચંદે, વિનોદ ઠક્કર, છાયાભાઈ, અમિતભાઈ, કિશનભાઈ વગેરે નંદીશાળાના વિકાસ માટે મહેનત કરી રહ્યા છે. અત્યાર સુધી નંદીશાળામાં 30 લાખના કામો થઈ ગયા છે અને બીજા લગભગ તેટલી જ રકમના વિકાસનાં કામો ચાલુ હોવાનું મંત્રી ડી.સી. ઠક્કરની યાદીમાં જણાવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer