ગાંધીધામની શાળામાં છવાયું ગરવી ગુજરાત

ગાંધીધામની શાળામાં છવાયું ગરવી ગુજરાત
ગાંધીધામ, તા. 13 : શહેરમાં મોડર્ન એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજિત મોડર્ન સ્કૂલ ગાંધીધામનો 61મો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ નોન સ્ટોપ કલ્ચરલ ફીસ્ટ ગરવી ગુજરાત નામની થીમ સાથે યોજાયો હતો. જેમાં રજૂ થયેલી વિવિધ કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં આચાર્ય આરતી ગીરીયાણીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. આ અવસરે હાજર રહેલાં અતિથિ પૂર્વ કચ્છ પોલીસ વડા પરીક્ષિતાબેન રાઠોડનું સોસાયટીના પ્રમુખ યોગેશભાઈ મહેતા દ્વારા સન્માન કરાયું હતું. સંસ્થાના ત્રણ શાખાના વિદ્યાર્થીઓએ નોન સ્ટોપ કલ્ચર ફીસ્ટ ગરવી ગુજરાત થીમ ઉપર આયોજિત કાર્યક્રમમાં શિવ ત્રોતમ, અમો આદિવાસી, ગાંધીધામની મહેક, મેળો મારો રંગીલો, જય સરદાર, તલવાર રાસ, ધન્ય ધરા સૌરાષ્ટ્ર, દિવંગતોએ શ્રધ્ધાંજલિ, ગજીયો સહિતની કૃતિઓએ ઠંડીના ચમકારા વચ્ચે પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા તેમજ મોટા ડિજિટલ સ્કીન ઉપર કચ્છ સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોના દર્શન કરાવાયાં હતાં. રાષ્ટ્રીય, રાજયકક્ષાએ રમત-ગમત ક્ષેત્રમાં અવ્વલક્રમે આવનારા તેમજ અન્ય સિધ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઈનામ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં ટ્રસ્ટી આદિલ શેઠના, પંકજ દવે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનના પ્રમુખ જગદીશભાઈ પંડયા, મહાદેવ રાજાણી, પુષ્પા જેઠાણી વગેરે હાજર રહયાં હતાં. વિદ્યાર્થીઓએ પોતાના ધ્યેય સાથે આગળ વધવા અને અત્યારના મોબાઈલ યુગમાં કુસંગતથી દૂર રહી સારી વસ્તુઓ ગ્રહણ કરવા પૂર્વ કચ્છ પોલીસ વડા પરીક્ષિતાબેન રાઠોડે પોતાના ઉદ્બોધનમાં અનુરોધ કર્યો હતો. શાળાના માજી આચાર્ય સી.એલ.સાજનાણીએ પણ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. કાર્યક્રમનુ સંચાલન સીમરન મીરચંદાણી, અંજુ સહાણીએ અને આભારવિધિ સાક્ષી પમવાણીએ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગાંધીધામ શાખાના લતા યાદવ, આદિપુર શાખાના તૃપ્તિ જાની, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફગણ તથા સ્વંયસેવકો વગેરે સહકાર આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer