અંજારમાં યંગ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો

અંજારમાં યંગ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો
ગાંધીધામ, તા. 13 : અહીંના યંગ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા અંજારમાં યંગ જાયન્ટ્સ કન્વેન્શન 2019 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ હતી. ઓસ્લો ગ્રુપના પ્રમુખ પારૂલ સોનીની અધ્યક્ષતા તળે આયોજિત કાર્યક્રમના પ્રારંભમાં અતિથિ ફેડરેશન વીપી શાંતિલાલભાઈ પટેલ, યંગ ગ્રુપના પ્રમુખ પૃથ્વી સોની, ગ્રુપ સ્પોન્સર અસ્મિતા બલદાણિયા, ફેડરેશન યુડી મીનાબેન વાઘમશી, બેટી બચાવો ઓફિસર નિરંજનાબેન ભરતવાલા, રાજેશભાઈ ભટ્ટ સહિતના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. રિયા મોલ અને યતિ જોગીનાએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું હતું. અતિથિ ગોલ્ડ મેડાલિસ્ટ ડો. શિલ્પા તોષનીવાલે યુવાઓના ભવિષ્યને અનુલક્ષીને ઉદ્બોધન આપ્યું હતું. અંજાર સહેલી ગ્રુપના પ્રમુખ ડો. સુનિતા દેવનાની, ગ્રુપ સ્પોન્સર પંકજબાલા આહીર સહિતના મંચસ્થોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. ગાંધીધામ ઓસ્લો ગ્રુપના ડાયરેકટર સેન્ડી બિરલા દ્વારા નૃત્યની વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી. આ પ્રસંગે ઈફકો ગ્રુપના વીપી વિલ્પા શાહ, કિશોરભાઈ બિરલા, બીનાબેન બિરલા, ઓસ્લો ગ્રુપના ડાયરેકટર યોગેશકુમાર સોની વગેરે હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer