ટેલિકોમ વિભાગના છાત્રોનો સન્માન કાર્યક્રમ યોજાયો

ટેલિકોમ વિભાગના છાત્રોનો સન્માન કાર્યક્રમ યોજાયો
ભુજ, તા. 13 : ટેલિકોમ રિક્રીએશન ક્લબ બી.એસ.એન.એલ. દ્વારા સરસ્વતી સન્માન તથા રમત-ગમત ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધો.1થી કોલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉદઘાટન દીપ પ્રાગટય દ્વારા ડી. જી. એમ. એચ.ડી. સુથાર, એ.જી. એમ. બી. જે. ભારવાણી, વિનોદ માંડલિયા વગેરેનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ટી.આર.સી. પ્રમુખ આર. જે. મહેશ્વરીએ સ્વાગત સંબોધન કર્યું હતું. વા. મંત્રી મનીષ વૈદ્યે સંબોધનમાં ટી.આર.સી. 40 વર્ષથી કાર્યરત છે. કર્મચારી માટે મેડિકલ કેમ્પ, રમત-ગમત સ્પર્ધા, સરસ્વતી સન્માન, પ્રવાસ તથા અનેક વિધ કાર્યક્રમો દરેક વર્ષે યોજવામાં આવે છે. સંસ્થા દ્વારા પાલારા જેલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. આજે કર્મચારીનાં બાળકો મેડિકલ ક્ષેત્રે, એન્જિનીયરિંગ, પ્રોફેસર તથા અનેક વિધ વ્યવસાયમાં આગળ વધીને સરસ્વતી સન્માન કાર્યક્રમને સાર્થક બનાવ્યો છે. નાયબ જનરલ મેનેજર જણાવે છે કે, ભુજની ટી.આર.સી.ની પ્રવૃત્તિઓ સમગ્ર ગુજરાતમાં સહારનીય તથા મોખરે રહેલી છે. ક્રિકેટ સ્પર્ધામાં જી.એમ.ટી.ડી. ભુજની ટીમ વિજેતા થતાં ટ્રોફી આપવામાં આવી હતી તથા અન્ય પુરસ્કાર રીટાબેન મોડના હસ્તે આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં દીપક ભટ્ટ, કાંતિ દાવડા, પ્રકાશ ભટ્ટ, ઉદય વિસાણી, તૃષા વૈદ્ય તથા યોગેશ ગોસ્વામી દ્વારા ગીતો રજૂ થયાં હતાં. ટી.આર.સી. માટે વર્ષોથી સાંસ્કૃતિક કાર્યક્રમ આપતાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન કનૈયાલાલ છાબરિયાએ કર્યું હતું. ટી. જે. શાહ, હરિભાઈ સેંઘાણી, અક્ષય પાઠક, એન. ડી. ભાવસાર તથા અજિતપાલે સહયોગ આપ્યો હતો.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer