બાંધકામમાં ગાયના છાણનો કેમ ઉપયોગ થાય ? ગોષ્ઠિ યોજાઇ

બાંધકામમાં ગાયના છાણનો કેમ  ઉપયોગ થાય ? ગોષ્ઠિ યોજાઇ
ભુજ, તા. 9 : રામકૃષ્ણ ટ્રસ્ટ પ્રેરિત રામકૃષ્ણ ગ્રામોદ્યોગ માધાપર ખાતે કચ્છ સિવિલ એન્જિનીયર્સ એન્ડ આર્કીટેકટસ એસોસિયેશનનાં સદસ્યો દ્વારા `િચંતન ચોરો'માં ચિંતન શિબિર યોજાઇ હતી. ટ્રસ્ટનાં મૂળભૂત હેતુમાં કોર્પોરેટ કલ્ચર છોડી ઉદ્યોગોને નાના પાયે ગ્રામ્ય સ્તરે કઇ રીતે વિકસાવી શકાય જેથી સ્થાનિક જરૂરિયાતો પૂરી કરી શકાય અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકો નિર્માણ થાય. જેમાં મુખ્યત્વે ગૌમાતા છાણને ઉપયોગમાં લઇ બાંધકામમાં ચોડાઇ, પ્લાસ્ટર, ફલોરીંગમાં મહત્તમ કામગીરી કરાવવા ઇજનેરી એસોસિયેશનને વિનંતી કરાઇ હતી. કાર્યક્રમની શરૂઆતમાં મેનેજીંગ ટ્રસ્ટી મનોજભાઇ સોલંકી દ્વારા આવકારાયા હતા એસોસિયેશનના પ્રમુખ રાજ માણેક તથા કાસીઆ સોસાયટીના પ્રમુખ વિજયભાઇ દોશીનું સન્માન કરાયું હતું. દુનિયામાં પર્યાવરણમાં થયેલ મોટા ફેરફારો, વધતી ગરમી, ઠંડી સામે રક્ષણ આપવાના કારગર ઉપાયમાં આજનાં યુગમાં `ગોમય લીંપણ'ની જરૂરિયાત ઉપયોગ કરવા તેમજ વૈદિક પ્લાસ્ટર જૈવિક કૃષિ કરવા પર ભાર મૂકતાં મનોજભાઇએ વિચારોને પાળવા અને એક કદમ આગળ વધવા અનુરોધ કર્યો હતો. સંસ્થા સંકુલમાં ગોમય લીંપણ તથા વૈદિક પ્લાસ્ટરથી તૈયાર કરવામાં આવેલા ભૂંગા નિર્દશિત કરવામાં આવ્યા તેમજ પરિવહન ક્ષેત્રે સ્વાવલંબનનાં પ્રયાસ રૂપે બળદ વડે ચાલતા, રીક્ષા, રથ, ગૌ સંજીવની આરોગ્ય પ્રોડકટસની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અંતમાં હાલમાં સંસ્થા દ્વારા `સુરભી' પેઇન્ટ પ્રોડકટસનાં લાભાલાભ, ગુણવત્તા અંગે ઇજનેરોનાં અભિપ્રાયો રજૂ કરવા સદસ્યો, હોદેદારોને સુવિદિત કરાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer