જી.કે.માં મોતિયાના ઓપરેશન માટે આધુનિક `ફેકો'' મશીન વસાવાયું

જી.કે.માં મોતિયાના ઓપરેશન  માટે આધુનિક `ફેકો'' મશીન વસાવાયું
ભુજ, તા. 13 : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં માનવીઓની વધતી વયે આંખમાં સર્જાતા મોતિયાને દૂર કરવા માટે વર્તમાન મેડિકલ ટેકનિકલ યુગમાં અતિ આધુનિક કહી શકાય તેવું ફેકો નામનું ઉપકરણ વસાવવામાં આવ્યું છે. સ્વિત્ઝર્લેન્ડની બનાવટનું આ ફેકો મશીન ઓર્ટલી-કેટેરેક્સ-થ્રી છે જેને સાદી ભાષામાં ટાંકા વગરનું ઓપરેશન કહેવામાં આવે છે. જી.કે. જનરલ હોસ્પિટલના આંખ વિભાગના વડા અને પ્રો. ડો. કવિતા શાહે જણાવ્યું હતું કે, ફેકો મશીનથી કરાતા મોતિયાના ઓપરેશનથી દર્દીને અનેક ફાયદા થાય છે, જેમાં મોતિયા પછી ચશ્માંના નંબર હોય તે કરતાં પણ ઓછા આવે છે અને દર્દી ઝડપથી પોતાની રોજબરોજની કામગીરી પુન: શરૂ કરી શકે છે. આ ઓપરેશનનું મહત્ત્વનું પાસું એ છે કે, તેમાં ઓપરેશન દરમિયાન કાપો અત્યંત નાનો હોય છે, જેથી દર્દીને લાંબાગાળે ફાયદો થાય છે. જો કે, ઘણી વખત જટિલ કહી શકાય તેવા મોતિયાના ઓપરેશનમાં મેન્યુઅલનો સહારો લેવો પડતો હોય છે. જેમ કે, કીકી અત્યંત પહોળી થઇ ગઇ હોય અથવા તો કીકી ઉપર છારી બાજી જવાનું પ્રમાણ વધુ હોય તો હાથે ઓપરેશન કરવામાં આવે છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer