મખણાથી માઈના પડ સુધીના માર્ગે બનતા ચાર પુલિયાની ગુણવત્તા નબળી

મખણાથી માઈના પડ સુધીના માર્ગે   બનતા ચાર પુલિયાની ગુણવત્તા નબળી
કુવાથડા (તા. ભુજ), તા. 13 : તાલુકાના સુમરાસર-જત ગ્રામ પંચાયત હેઠળના મખણાથી માઈના પડ સુધીના રસ્તામાં બનતા ચાર પુલિયાની બાંધકામની ગુણવત્તા નબળી હોવાની ડીડીઓ તથા માર્ગ - મકાન વિભાગને ફરિયાદ કરી નબળી ગુણવત્તા પુલિયા તોડીને પુન: લાંબાગાળા સુધી ટકે તેવું મજબૂત બાંધકામ કરવા રજૂઆત કરાઈ હતી. હાલમાં આ પુલિયાનું બાંધકામ થઈ રહ્યું છે તે તદન નબળી કક્ષાનું છે. સ્થાનીકે ચકાસણી કરતાં આ પુલ એક વર્ષની અંદર જ તૂટી જાય તેમ છે. સરકારના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. ભવિષ્યમાં આજુબાજુના ગામના પુલિયાઓ તૂટી જતાં સંપર્ક વિહોણા થઈ જાય તેવી સ્થિતિ નકારી ના શકાય તેવું રજૂઆતકર્તા કાસમ મામદ લાખાએ જણાવ્યું હતું. આ 4 પુલિયા લશ્કરના લોકોને પણ આવવા જવા માટે ખૂબ જ ઉપયોગી છે. સરહદી જિલ્લો હોવાથી નબળી ગુણવત્તાના પુલિયાના લીધે આનું પરિણામ ઘણું જ ગંભીર આવી શકે તેમ છે તેવું ઉમેર્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer