મુંદરામાં અવનવા ચિત્રોનું સર્જન કરી નાના-મોટા બાળકોએ કળા ઉજાગર કરી

મુંદરામાં અવનવા ચિત્રોનું સર્જન કરી  નાના-મોટા બાળકોએ કળા ઉજાગર કરી
મુંદરા, તા. 13 : રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ?દ્વારા તાજેતરમાં લોહાણા મહાજન વાડી મુંદરા ખાતે ચિત્રસ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહિલા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જ્યોતિબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ સ્પર્ધામાં 56 બાળકોએ ભાગ લીધો હતો. અવનવા ચિત્રો બાળકોએ બનાવી મંત્રમુગ્ધ કર્યા હતા, જેમાં નાના-મોટા બાળકો માટે એ અને બી ગ્રુપ રાખવામાં આવ્યા હતા. બંને ગ્ર્રુપના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર બાળકોને ટ્રોફી, ઇનામ તથા દરેક સ્પર્ધકને પ્રોત્સાહન ઇનામ અને સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકે ચિત્રના નિષ્ણાત અને કચ્છમિત્રના વરિષ્ઠ પત્રકાર અશ્વિનભાઇ ઝિંઝુવાડિયા, પૂર્ણિમાબેન ઠક્કર તથા હેતલબેને સેવા આપી હતી. આ અવસરે મુંદરા લોહાણા મહાજનના પ્રમુખ કપિલભાઇ કેસરિયા, ઉપપ્રમુખ હરેશભાઇ પીપરાણી, રાખીબેન તન્ના, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના મહિલા પાંખના ઉપપ્રમુખ નલિનીબેન ભગદે સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભાવનાબેન પીપરાણી, ગીતાબેન જોબનપુત્રા, અલકાબેન અખાણી, પાયલબેન ઠક્કર સહિતનાએ જહેમત ઉઠાવી હતી. સંચાલન તથા આભારવિધિ કિંજલબેન ઠક્કરે સંભાળ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer