કચ્છના અગ્રણીઓનું અમદાવાદ ખાતે સન્માન

ભુજ, તા. 13 : સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા બિઝનેશ સમિટ અને બ્રહ્મગૌરવ એવોર્ડ-2નું આયોજન અડાલજ ખાતે ત્રિમંદિરે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાપને યોજાયેલા બ્રહ્મ ગૌરવ એવોર્ડમાં રાજ્યભરના જાહેર સામાજિક જીવનની વિવિધ 20 જેટલી કેટેગરીમાં એવોર્ડ માટે મોટી સંખ્યામાં લોકોએ પોતાની પ્રતિભાઓ સાથે નોંધ કરાવી હતી. આ નોંધ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સમાહર્તા ડો. યજ્ઞેશભાઈ દવે સાથેની ટીમ ભરતભાઈ રાવલ, કમલેશ વ્યાસ, કેતન ગોર, અમિતભાઈ દવે, દિનેશભાઈ રાવલ, જાગૃતિબેન ત્રિવેદી, ડોલીબેન દવે, વર્ષાબેન મહેતા, મમતાબેન પંડયા, કલ્પનાબેન રાવલ, મનીષાબેન ગોરાણીને નોમીનેટ કરનાર તમામને બિરદાવ્યા હતા. આ અવસરે કચ્છભરમાંથી એવોર્ડ વિનર દક્ષાબેન ગોર, પન્નાબેન જોષી તથા સન્માનપત્ર હસ્તીનભાઈ આચાર્ય, મહર્ષિ વ્યાસ, વિનોદભાઈ દવેને અપાયા હતા. અન્ય સન્માનિતોમાં જયશ્રીબેન એ. ભટ્ટ, પોલીસ સેવા રસિકભાઈ ભટ્ટ, શિક્ષણ મમતાબેન પંડયા, કૃપાબેન નાકર, હસ્તીનભાઈ આચાર્ય, સમાજસેવા મનોજભાઈ જોશી, ભરતભાઈ ગોર, હીરાલાલ મોતા, હરેશભાઈ ભટ્ટ, શરદભાઈ ઠાકર, જગદીશભાઈ પંડયા, ફોટોગ્રાફી નટુભાઇ વ્યાસ, અનિરુદ્ધ હર્ષ સહિતનાને સન્માનિત કરાયા હતા. અનિરુદ્ધ દવે, ડો. નરેશ જોશી, કિરીટ સોમપુરાનું વિશેષ બહુમાન કરાયું હતું એવું પ્રદેશ મંત્રી કેતનભાઈ ગોરે જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer