ભુજમાં લુઈ બ્રેઈલની જન્મજયંતીએ બ્રેઈલ લેખન અને વાચન સ્પર્ધા યોજાઈ

ભુજ, તા. 13 : નેત્રહીનો માટે જ્ઞાનના દ્વાર ખોલી આપનારા લુઈ બ્રેઈલની જન્મજયંતી નિમિત્તે કચ્છ અંધ કલ્યાણ સમિતિ દ્વારા તા. 5 જાન્યુ.ના બ્રેઈલ લેખન-વાચન સ્પર્ધા યોજાઈ હતી. સરકારી અંધશાળા, નવચેતન અંધજન મંડળ, અર્ચના વિદ્યાલય તેમજ કચ્છ વિકાસ ટ્રસ્ટના નેત્રહીન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રાથમિક અને માધ્યમિક વિભાગના બાળકોએ લેખન અને વાચન સ્પર્ધામાં બ્રેઈલ લિપિમાં પોતાનું કૌવત બતાવ્યું હતું. નિર્ણાયક તરીકે મનોજભાઈ ત્રિપાઠી, સંજ્ઞાબેન અને અબ્દુલ શકુરભાઈ ખત્રી તેમજ ઈન્દુબેન મકવાણા રહ્યાં હતાં. વિજેતાઓને સંસ્થાના ઉપપ્રમુખ જીતુભાઈ શાહ તેમજ કુસુમબેન શાહ દ્વારા ઈનામો અપાયાં હતાં. મંત્રી રતિલાલ પટેલે નેત્રહીનોના શિક્ષણમાં બ્રેઈલ લિપિના પ્રદાન વિષયે વક્તવ્ય આપ્યું હતું. સભ્યો સચિન ઉપાધ્યાય, કરમશીભાઈ, ભીમગર ગુંસાઈ, ધીરુભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer