અંજાર અને લીલપરમાં ધડાકા સાથે ધરા ધ્રૂજી

ભુજ, તા. 13 : ભૂકંપની વરસી નજીક આવી રહી છે, ત્યારે આજે વહેલી સવારે અંજાર અને લીલપરમાં ભેદી ધડાકા સાથે કંપન થતાં લોકોમાં ભય ફેલાયો હતો. અંજારથી પ્રતિનિધિના હેવાલ મુજબ શહેરમાં આજે વહેલી સવારથી બપોરના 1 વાગ્યા સુધી અનેક ભેદી ધડાકા બાદ મકાનોમાં ધ્રુજારીથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. શહેરના જૂના અંજાર, નયા અંજાર તેમજ ખેતરપાળ દાદા નગર, ભાવેશ્વરીનગર, રામનગર, ચંપકનગર વિગેરે અનેક વિસ્તારના રહેવાસીઓના સતત ફોનથી એક બીજાને પૃચ્છા કરી હતી. આ અંગે સ્થાનિક કચેરીનો સંપર્ક કરતાં આ બનાવ અંગે અજાણતા વ્યક્ત કરી હતી. દરમ્યાન રાપર તાલુકાના લીલપર ગામે આજે સવારે 1 કલાકમાં નાના મોટા છ આંચકા અનુભવાયા હતા. આના લીધે ઘરના દરવાજા હલી ગયા હતા. તેવું લીલપરના અગ્રણી સતુભા જાડેજાએ જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, 26મીના ભૂકંપની વરસી આવી રહી છે, ત્યારે વાગડમાં ફરી આંચકાઓના લીધે ચિંતા ફેલાઇ છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer