પક્ષી ઊડતાં રહે એ જ આપણી મકરસંક્રાંતિ

ઉત્તરાયણનું પર્વ આવે એટલે ગગનમાં લહેરાતા રંગને રંગી પતંગો આકાશને મેઘધનુષી રંગે રંગી દેતું હોય છે. તલના લાડુ, શીંગ-તલ, દાળિયાની ચીકી, શેરડીની સંગાથે આનંદથી પતંગ ઉડાવતા કોઇ નિર્દોષ પક્ષી-પશુને આપણે નુકસાન ન કરી બેસીએ તે માટે શું કરી શકીએ એ અંગે વાચક મિત્રોના મંતવ્યો તેમની પાસેથી જ જાણીએ. દ્વિચક્રી વાહનમાં બાળકને આગળ ન બેસાડીએ ભુજમાં દરજી કામના વ્યવસાય સાથે સંકળાયેલા કિરણ સોલંકી કહે છે કે, પતંગ ચગાવતાં પક્ષીઓનું ધ્યાન તો રાખીએ જ પરંતુ સાથો સાથ નાના બાળકોનું પણ ધ્યાન રાખીએ. દ્વિચક્રી વાહનમાં નાના બાળકોને આગળ ન બેસાડીએ જેથી પતંગની દોરથી તેમને થતાં નુકસાનથી બચાવી શકીએ. પક્ષીને હાનિ ન પહોંચે તેનું પૂરતું ધ્યાન રાખીએ. માળાની નજીક દાણા-પાણી મૂકો ઇલેકટ્રોનિક્સ ઉપકરણોનો વ્યવસાય કરતા યુવાન હાર્દિક મહેતા કહે છે કે, પક્ષીને તેના રહેઠાણ કે માળા નજીક જ દાણા-પાણી મળી રહે તેવી ગોઠવણી કરવી જોઇએ જેથી ખોરાકની શોધમાં તેને દૂર દૂર સુધી જવું ન પડે. આમ કરવાથી પતંગની દોરથી તેને કઇંક અંશે બચાવી શકીશું. ઘાયલ પક્ષી નજરે પડે તો તેને તાત્કાલિક સારવાર કેન્દ્ર પર પહોંચાડી માનવધર્મ બજાવીએ. વિદેશી દોર ન વાપરીએ પ્રોવિઝન સ્ટોર ધરાવતા હાર્દિક ઠક્કરનું માનવું છું કે, મકર સંક્રાંતિના પર્વથી કમુરતા પૂરાં થતાં હોય છે પરંતુ અબોલ જીવ માટે કમુરતાં શરૂ થતાં હોય તેવી હાલત હોય છે ત્યારે ગગનમાં નિહરતાં રંગીન પક્ષીઓ આપણા માટે દોર વગરના પતંગ જ છે તે ઊડતાં રહે એ જ આપણી મકર સંક્રાંતિ. આથી મકરસંક્રાંતિનું પર્વ આનંદ ઉત્સાહથી જરૂર મનાવીએ પરંતુ આપણી મજા પક્ષી માટે સજા ન બને તેનું ધ્યાન રાખીયે. વિદેશી દોર ન વાપરીએ જેથી પક્ષીને થતી ઇજાથી બચાવી શકીએ. સેવાભાવી સંસ્થાઓના સપર્કમાં રહીએ ભુજ બાર એસોસિયેશનના મંત્રી અમીત ઠક્કરનો મત એવો છે કે, પતંગ ઉડાડીએ પણ પંખીઓનું ધ્યાન રાખીએ તેમની સુરક્ષા માટે મેડીકલ કેમ્પ તથા સેવાભાવી સંસ્થાઓના નંબર હાથવગા રાખીયે જેથી સમય પર તુરત સંપર્ક કરી શકીએ. પક્ષીનાં વિહાર સમયે પતંગ ન ઉડાવીએ શહેરના એડવોકેટ ધવલ પાઠક કહે છે કે સામાન્ય રીતે સવારના નવ વાગ્યા પહેલાં અને સાંજના પાંચ વાગ્યા પછી પક્ષી વિહાર કરતાં હોય છે જેથી આ સમયે પતંગ ઉડાડવાનું ટાળવું જોઇએ જેથી પક્ષીઓને ઇજાથી બચાવી શકાય. સારવાર કેન્દ્રોના સંપર્કમાં રહેવું જોઇએ. જો જો આપણી મજા કોઇની સજા ન બને જીવદયાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રાજેશ ગોસ્વામીનું માનવું છે કે, જીવ દરેક સમાન છે પછી તે માનવી હોય કે પશુ-પંખી દરેકને જીવવાનો અધિકાર છે ત્યારે આપણી મજા અબોલ જીવો માટે સજા ન બને તેવું ધ્યાન રાખવું જોઇએ. એવું અનુભવાયું છે કે, વિદેશી દોરના આગમન પછી જ પક્ષીઓને ઇજા થવાના બનાવો વધ્યા છે આથી વિદેશી દોરનો ત્યાગ જ કરવો જોઇએ. પારંપરિક ઉત્સાહથી તહેવાર મનાવીએ રાજપૂત મહિલા મંડળના પ્રમુખ અને રોટરી કલબ વોલસિટીના પ્રમુખ શીતલબેન મકવાણા જણાવે છે કે, મકર સંક્રાંતિએ આપણો પારંપારિક તહેવાર છે તેને આનંદ ઉત્સાહથી ઉજવીએ પતંગ પણ ઉડાવીએ પરંતુ તેને ખૂબ ઊંચા ઉડાવી નિર્દોષ જીવને હિંસા થાય એવું ન કરીએ. આપણી નજર સામે દોર-પતંગ રહે એટલી જ ઊંચાઇએ ઉડાવી તહેવાર મનાવીએ. ઘર આંગણે જ દાણા-પાણી નાખીએ પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશ ઠક્કર કહે છે કે, આપણા ઘર કે અગાસીમાં જ પક્ષી માટે દાણા-પાણીની વ્યવસ્થા કરીએ તો પક્ષીને ઉડીને દૂર જવાની જરૂર ન પડે તથા વિદેશી દોરનો મોહ ત્યજીએ. ગાયોને રોજ ચારો આપો ગાંધીધામના સામાજિક કાર્યકર રતિલાલ પરમારે પતંગ ઉડાડતી વખતે ધ્યાન રાખવાની વાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકો ગાયોને ચારો એક જ દિવસે નાખે છે તેમ કરવાથી ગૌવંશને આફરો ચડે છે અને ચારાનો બગાડ પણ થાય છે. જેથી એક સ્થળે લીલો કે સુકો ચારો ભેગો કરી દરરોજ થોડો થોડો ચારો નાખવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું. ચાઈનીઝ ઘેરા ન વાયરો મકર સંક્રાંતિનો તહેવાર એવો છે કે જેની તારીખ નક્કી છે. પતંગ ઉત્સવમાં આનંદ લેવાની રીતે લઈ શકાય તેવું જણાવી ગાંધીધામના મોહનભાઈ ધારશી ઠક્કરે લોકોને પતંગ કાપવાની નહીં ઉડાડવાની મજા લેવા અનુરોધ કર્યો હતો. ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ, પક્ષીઓ પણ ગગનમાં વિહરતાં હોય છે, ત્યારે તેમના જીવનો ખ્યાલ રાખી પતંગ ઉડાડવા તેમણે અનુરોધ કર્યો હતો. ઝાડમાંથી દોરી કાઢી લેજો પતંગ સવારે 9 વાગ્યા બાદ અને સાંજે પાંચ વાગ્યા સુધી ઉડાડવી જોઈએ, જેથી પક્ષીઓની આવન જાવન આકાશમાં ઓછી હોય તેવું ગૌ સેવાનું કાર્ય કરતા રાજભા ગઢવીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, ઝાડમાં પણ જેટલા પતંગ અને દોરા હોય તે પણ કાઢી નાંખવા જોઈએ તેનાથી આંટી આવતાં પક્ષીઓના મોત થવાની શક્યતા રહે છે. ચાઈનીઝ દોરા પક્ષીઓ માટે તો જોખમી છે, મનુષ્ય માટે પણ એટલા જ ઘાતક હોઈ તેનો ઉપયોગ ટાળવો જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું. બાળકોનું ખાસ ધ્યાન રાખજો બાળકો છત ઉપર હોય ત્યારે માતાપિતાએ સાથે રહેવું જોઈએ. બાળકો છતની દિવાલથી દૂર જ રહે અને ત્યાં આસપાસ પસાર થતી વીજ લાઈન કે થાંભલામાં અટકે તેવા પતંગ કાઢવાની કોશિશ ન કરે. દોરા વધારે કાચવાળા ન હોવા જોઈએ. ચાઈનીઝ દોરા ન વાપરવા જોઈએ તથા પતંગ ઉડાડતી વખતે ટોપી, ચશ્મા, અને હાથમાં મોજા કે સુરક્ષાના અન્ય સાધનો પહેરી રાખવા જોઈએ તેવું ગાંધીધામના અશોકભાઈ નિર્વાણીએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer