ગાંધીધામમાં વાહન લોનનો ચેક પરત ફરતાં એક વર્ષની કેદ

ગાંધીધામ, તા. 13 : વાહન લોન અંગેના ચેક પરતના કેસમાં ગાંધીધામની અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા ફટકારી હતી. ગાંધીધામના આરોપી પૂનમભાઈ દેવરાજભાઈ નોરિયાએ ઈન્ડસઈન્ડ બેંક લિ. પાસેથી વાહન લોન લીધી હતી. આ લોનના રિપેમેન્ટ અંગે પૂનમભાઈ દ્વારા ચેક અપાયો હતો. જે બેન્કમાં રજૂ થતાં ખાતામાં અપૂરતા ભંડોળના કારણોસર પરત થયો હતો. આ કેસ ગાંધીધામ ત્રીજા અધિક ન્યાયમૂર્તિ આર.વી. જોટાણિયા સમક્ષ ચાલી જતાં તેમણે બન્ને પક્ષકારોની દલીલેને સાંભળીને આરોપી પૂનમને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા અને રૂા. 5 હજાર દંડ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. ફરિયાદી બેન્ક તરફે ધારાશાત્રી રોહિત રૂપારેલ રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer