દત્ત શિખર બન્યું આદ્યાત્મિક શ્રદ્ધાનું શિખર

દત્ત શિખર બન્યું આદ્યાત્મિક શ્રદ્ધાનું શિખર
ખાવડા, તા. 13 : સરહદ પરના કાળાડુંગર સ્થિત દત્ત શિખર પર ભગવાન શ્રી દત્તાત્રયના સાંનિધ્યમાં ત્રિદિવસીય ઉત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો હતો. સમાપન સમારોહમાં મુખ્ય વકતા સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક મહેશ જીવાણીએ આ સ્થાન શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે તેમ જણાવી આસ્થાની વાત કરતાં એક વડીલ પદયાત્રીની નાદુરસ્ત તબિયત હોવા છતાં યાત્રા પૂરી કરી હોવાનું જણાવી સાધકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, તેમ કહી નાગરિકતા સુધારણા બિલ પસાર થઈને કાયદો બનતાં પીડાઈ રહેલા શરણાર્થીઓને નાગરિકતા પ્રદાન થશે અને મુશ્કેલીઓનો અંત આવશે તેમ કહેતાં સહુએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવ્યા હતા. નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષ ગાદીપતિ સોનલલાલજી મહારાજે સરહદના મંદિરો એક છેડે નારાયણ સરોવર, બીજે છેડે ગુરુદત્તાત્રયના બેસણા છે ત્યાં આવા સેવા, સુરક્ષા, સંગઠનના કાર્યક્રમોને બિરદાવીને રાષ્ટ્ર અને સમાજના કાર્યોમાં મહિલાઓની  ભાગીદારી માટે વાત કરી હતી. આરએસએસના વિભાગીય સંઘ ચાલક નવીન વ્યાસે સેવા સાધના ટ્રસ્ટના કાર્યમાં જોડાવા અપીલ કરતાં કામગીરીનું વિગતે વર્ણન કર્યું હતું. સીમાજન કલ્યાણ સમિતિ ગુજરાત પ્રાંતના  ઉપાધ્યક્ષ હિંમતસિંહ વસણે ઓગણીસ વરસથી યોજાતી આ પદયાત્રા અને ઉત્સવના પોતાના અનુભવ વર્ણવી હજુ વધુ વિકાસ માટે શુભેચ્છા પાઠવી હતી. પ્રારંભમાં મંચસ્થ અગ્રણીઓના  શાલથી સ્વાગત બાદ દત્ત મંદિર વિકાસ સમિતિના પ્રમુખ હીરાલાલ રાજદેએ સહુને આવકાર સાથે સ્વાગત કરી સહુના સહિયારા પ્રયાસોને બિરદાવી સહયોગ ચાલુ રાખવા અપીલ કરી હતી.પદયાત્રીઓને તેમજ યુવક મંડળના કાર્યક્રમને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા.  ઉપરાંત લોરિયા ફાટક,  ભીરંડિયારા, ખાવડામાં ભોજનના યજમાન વિષ્ણુભાઈ કેસરિયા, મારવાડા સમાજ, ગોવિંદભાઈ ભદ્રુ,  પાણી પુરવઠાના જુસબ સમા,  વીજ વિભાગના  મહેશ રાજદે,  પદયાત્રા સાથે સતત રહેલા પ્રવીણભાઈ પૂજારા,  દિનેશભાઈ ગજજર, પરેશ ઠક્કર, પોતાનું વાહન નિ:શુલ્ક યાત્રા સાથે આપનારા લાખોંદના શામજીભાઈ, વનરાજસિંહ જાડેજા, રાજેશભાઈ ઠક્કર, ગાયત્રી  પરિવાર, માધાપર વતી દીપકભાઈ વિ. સહુને પણ સહયોગ માટે સ્મૃતિચિહ્ન અપાયા હતા.  કકરવા મહંત કૈલાસપુરીના સેવકો સાથે ત્રિદિવસીય ભંડારાની સેવા આપી હતી. તેઓ ઓકિસજન પર હોવા છતાં  સેવા આપવા પધાર્યા હતા. મંદિરના પૂજારી રવિગર, સૌરાષ્ટ્ર પ્રાંતના સરકાર્યવાહ મહેશભાઈ  ઓઝા મંચસ્થ રહ્યા હતા. આ સ્થાનના વિકાસમાં પાયાનું યોગદાન આપનારા દિલીપભાઈ દેશમુખ,  સીમા જ.ક. સમિતિ ભુજના પ્રમુખ રમેશ પટેલ,  કેશુભાઈ ઠાકરાણી, અખિલેશ અંતાણી, નિરોણાના વાલજીભાઈ, સોલારીસ ફેકટરીના  વાઈસ પ્રેસિડેન્ટ  યોગેન્દ્રસિંહજી, હિસાબી અધિકારી હરિપ્રસાદ સોની,  ધોરડા સ્થિત એગ્રોસેલના એકિઝકયુટિવ ડાયરેકટર  ચૈતન્ય શ્રોફ,  યુનિટ હેડ પીયૂષ મહેતા, દત્ત મંદિર  સમિતિના ઉ.પ્ર. ખીમજીભાઈ કોટક,મંત્રીઓ બાલકૃષ્ણ ઠક્કર, લીધાધર ચંદે, ખાવડા લોહાણા મહાજનના મંત્રી શાંતિભાઈ દાવડા, માધાપર સમાજના ટ્રસ્ટી  નટવરભાઈ રાયકુંડલ, પ્રાણલાલ ઠક્કર, કુરન સરપંચ લાખાજી સોઢા, દૂધ મંડળીના રાજમલજી પ્રમુખ સોઢા વિ. હાજર રહ્યા હતા સમિતિના સહમંત્રી ધીરેન્દ્ર તન્નાએ  આભારવિધિ કરી હતી. યુવક મંડળના અનિરુદ્ધ રાજદે,  હિતેશ બળિઆ,  કનૈયાલાલ સોતા,  સુમન વર્મા,  જિગર જોશી,  નરેશ ભીંડે, પ્રાણલાલ ઠક્કર, સંજય દયારામ,  હરેશ રાજદે વિ.એ મહાજનના યુવા સદસ્ય વિપુલ તન્નાના માર્ગદર્શન નીચે વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer