લોકોપયોગી કાર્ય કરે તેની સમાજ કદર કરે છે

લોકોપયોગી કાર્ય કરે તેની સમાજ કદર કરે છે
ભુજ, તા. 13 : સમાજ માટે કોઇ ઉપયોગી, ઉત્કૃષ્ટ કાર્ય કરે સમાજ તેની કદર કરે છે. સ્વ. નરેન્દ્રાસિંહ જાડેજાએ આમ સમાજની સેવા કરી પ્રેરણાદાયી કાર્ય કર્યું છે, તેમ આજે ભુજ ખાતે સ્વ. નરેન્દ્રાસિંહ માધવાસિંહ જાડેજા પ્રતિમા અનાવરણ કાર્યક્રમને સંબોધતાં રાજયના શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. આજે કે.ડી.સી.સી. બેંક, હોસ્પિટલ રોડ ખાતે સ્વ. નરેન્દ્રાસિંહ એમ.જાડેજાની પ્રતિમાનું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહની હસ્તે અનાવરણ કરી લોકાર્પણ કરાયું હતું.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બધાને સાથે રાખીને કરાતા સામાજીક કાર્યો કરવા કપરાં હોય છે.રાજયમંત્રી વાસણભાઈ આહિરે કર્મને માનનારા અને અલગ આભા ઊભી કરી સેવા કાર્ય કરનારા અબડાસાના રત્ન ગણાવ્યાં હતા. સાંસદ વિનોદભાઈ ચાવડાએ શ્રી જાડેજાએ છેવાડાના વિસ્તારમાં સેવા કાર્યોની સુવાસ ફેલાવી હતી, તેમ જણાવી શ્રદ્ધાસુમન અર્પ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે ક્ષત્રિય સમાજના અગ્રણી જોરાવરાસિંહ રાઠોડે કે.ડી.સી.સી. બેંકની સ્થાપના માટે શ્રી જાડેજાનું પાયાનું યોગદાન રહ્યું હોવાનું જણાવ્યું હતું.  મીનાબા પરમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિ. પં.ના અધ્યક્ષ લક્ષ્મણાસિંહ સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય,  વિરેન્દ્રાસિંહ જાડેજા, પ્રદ્યુમનાસિંહ જાડેજા,  નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા, જિ.પં. કારોબારી ચેરમેન હરિભાઈ જાટીયા, રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા,  ઉષાબા જાડેજા, કેડીસીસીના એમ. ડી. ઇન્દ્રજીતાસિંહ જાડેજા, ચેરમેન દેવરાજભાઈ ગઢવી, રામભાઈ ગઢવી, બાપાલાલ જાડેજા, પ્રવીણાસિંહ વાઢેર, પરાક્રમાસિંહ જાડેજા, ન.પા.વિરોધપક્ષના નેતા રાજેન્દ્રાસિંહ જાડેજા,નારાયણજી જાડેજા, જયદીપાસિંહ જાડેજા, વિરભદ્રાસિંહ જાડેજા, અરૂણભાઈ વચ્છરાજાની,  શૈલેન્દ્રાસિંહ જાડેજા, હકુમતાસિંહ જાડેજા, મેસોજી સોઢા, દુષ્યંતાસિંહ જાડેજા, હકુમતાસિંહ જાડેજા, કૌશલ્યાબેન માધાપરિયા, કચ્છ ઇતિહાસ પરિષદના સાવજાસિંહ જાડેજા સહિત ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer