પવનચક્કીથી કચ્છના પર્યાવરણને થતું નુક્સાન અટકાવવા માંગ

પવનચક્કીથી કચ્છના પર્યાવરણને થતું નુક્સાન અટકાવવા માંગ
ભુજ, તા. 13 : પવનચક્કી શાંત ઊર્જા હોવાના કારણે કચ્છના પર્યાવરણને થતું નુકસાન અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ હતી. જેમાં જણાવાયા મુજબ પવનચક્કી શાંત ઊર્જા માનીને કચ્છના અતિસમૃદ્ધ વન્યસંપદા ધરાવનાર પ્રદેશ-અંજાર તાલુકાના સિનુગ્રાથી નખત્રાણા તાલુકાના રસલિયા ગામ સુધી ભૂગર્ભમાંથી વહેતી લુપ્ત સરસ્વતીના મીઠાં પાણીના વહેણના કારણે અહીંનું વન્યજીવન અને ભૂસંપદા કચ્છમાં અનન્ય સ્થાન ધરાવે છે. પવનચક્કીની ઊર્જા મેળવવા માટે આવા સસમૃદ્ધ વિસ્તારની અંદર પવનચક્કી નાખવા માટે 6000 જેટલી પવનચક્કીની મંજૂરી સરકાર દ્વારા અપાઇ રહી છે. સાંગનારા અને પાલરધુનાના કુદરતી ધોધના ખોળે આવેલ મંજલ (તરા)ના વિસ્તારમાં આવતી પવનચક્કીને પગલે વૃક્ષછેદનના કારણે વન્ય સંપદાને થયેલા નુકસાનનો ગ્રામજનોએ વિરોધ?નોંધાવવા જાતે આવી પવનચક્કીની મંજૂરીનું સ્થળ બદલવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ આવી મંજૂરી માટે ફેરવિચારણા કરવા મંડળને ખાતરી આપી હતી. રજૂઆત કરવા ગયેલા પ્રતિનિધિ મંડળમાં ગૌસેવા અને સજીવ ખેતીના પ્રણેતા મનોજ સોલંકી, નવીનભાઇ વ્યાસ સાથે સાંગનારાના ગ્રામજનો વતી વાલજીભાઇ પટેલ અને શંકરભાઇ પટેલ, પક્ષીવિદ્ નવીનભાઇ બાપટ જોડાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer