નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારની 108 સેવાને નવા મળેલા વાહનનું લોકાર્પણ

નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારની 108 સેવાને નવા મળેલા વાહનનું લોકાર્પણ
નખત્રાણા, તા. 13 :તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માજીરાઇની 108 સેવાની એમ્બ્યુલન્સ જૂની તેમજ ખખડધજ બનતાં તંત્ર દ્વારા નવી એમ્બ્યુલન્સ આપવામાં આવી જેનું લોકાર્પણ નખત્રાણા બ્લોક હેલ્થ ઓફિસ ખાતે યોજાયો હતો. પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તાલુકામાં ચાર 108 એમ્બ્યુલન્સ છે, ચારેક જેટલી ખિલખિલાટ છે. જૂની એમ્બ્યુલન્સ ત્રણેક લાખ કિ.મી.થી વધુ ચાલી હોય તેવી એમ્બ્યુલન્સ બદલી નવી આપવામાં આવે છે. હાલે 108 કંડમ થતાં તેને બદલવી અતિ જરૂરી હતી જે માંગ સંતોષાતાં આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ  પ્રસંગે ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીઓએ 108ની સેવાને બિરદાવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી એ. કે. પ્રસાદ, 108ના પ્રોજેક્ટ મેનેજર તથા ઇમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ સંજયભાઇ ડોલર, તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન ડી. પટેલ, સરપંચ ચંદનસિંહ રાઠોડ, જિ. પંચાયત સા. ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઇ વાઘેલા, કાનજી દાદા કાપડી, રાજેશભાઇ પલણ, કાંતિભાઇ જોશી, બી. એમ. નાઇભાઇ હાજર રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer