તબીબી સંબંધિત આફતને પહોંચી વળવા જી. કે. જનરલમાં તાલીમ અપાઈ

તબીબી સંબંધિત આફતને પહોંચી વળવા જી. કે. જનરલમાં તાલીમ અપાઈ
ભુજ, તા. 13 : જી. કે જનરલ હોસ્પિટલમાં તબીબી સંબંધિત કોઈપણ સંભવિત આફતને પહોંચી વળવા આપત્તિ વ્યવસ્થાપન અંગે તાલીમ યોજાઈ હતી. 750 પથારીની હોસ્પિટલમાં `રાષ્ટ્રીય આરોગ્ય માન્યતા બોર્ડ'ની રૂપરેખા મુજબ આપત્તિ વ્યવસ્થાપન હોવું જરૂર છે એ મુજબ કોઈ પણ ક્ષણે ભૂકંપ, મહામારી, આગ લાગવી અગર તો મોટો અકસ્માત સર્જાય અને 50-60ની સંખ્યામાં દર્દીઓ આવે ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ગુણવત્તા વિભાગના સિનિયર પ્રશિક્ષકે મેડિકલ કોલેજના વ્યાખ્યાન ખંડમાં તાલીમ આપતાં કહ્યું કે, આપત્તિ ટાંકણે દર્દીના ઈલાજ માટે પ્રાથમિકતા નિર્ધારિત કરી કયા દર્દીને અગ્રતાક્રમ આપવો તેવું જણાવી ચિકિત્સા અંગે માહિતી આપી હતી.આ પ્રશિક્ષણ શિબિરમાં અધિક મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હીરાણી, રેડિયોલોજીના હેડ ડો. રજનીકાંત ચૌહાણ, મેડિકલ એડમિન ટીમ, નર્સિંગ સ્ટાફ, ક્વોલિટી સ્ટાફ, સિક્યુરિટી અને ઈમરજન્સી વિભાગના ડો. હિંમત કતિરા જોડાયા હતા.ઉપરાંત હોસ્પિટલ આપત્તિ વ્યવસ્થાપન માટે એક કાર્ડિયાક ઈમરજન્સી ટીમ તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલમાં કોઈને પણ એકાએક હૃદયરોગનો હુમલો આવે તો તેને તાત્કાલિક પહોંચી હૃદય અને શ્વનસનતંત્રને પુન: સ્થાપિત (કાર્ડિયો પલ્મોનરી રિ-એસેશસ્ટેશન) કરવા પ્રાથમિક ઉપચારરૂપે કાર્ય?કરશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer