તુરતંમાં ભુજ-અમદાવાદ વચ્ચે વિમાની સેવા

ભુજ તા 13: સરકારે નાના અને મધ્યમ શહેરોને વિમાની સેવાનો લાભ આપવા માટે ઉડાન યોજના શરૂ કરી છે. ત્યારે આ  યોજના અંતર્ગત જિલ્લા મથક ભુજ રાજયના આર્થિક પાટનગર અમદાવાદ  સાથે ટુંક જ સમયમાં હવાઈ માર્ગે જોડાઈ જશે.શિક્ષણની સાથે નાગરિક ઉડયન મંત્રાલયના હવાલો સંભાળતા ભુપેન્દ્રસિંહ  ચુડાસમાએ એક સમારોહમાં આ મહત્વની માહિતી આપી હતી.  ચુડાસમાએ આ અંગેની વિસ્તૃત વિગત આપતાં કહયું કે જિલ્લાના સ્થાનિક લોકોની માંગણીને ધ્યાને લઈ રાજય સરકારે કેન્દ્ર  નાગરિક ઉડયન વિભાગમા આ અંગે રજુઆત કરતાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. વિમાની સેવા શરૂ કરવા માટે જારી કરાયેલી ટેન્ડરીંગ પ્રક્રિયા અંતર્ગત એર ઈન્ડિયા અને એર ઝુમ નામની 2 કંપનીએ ફલાઈટ શરૂ કરવા માટે રસ દાખવ્યો છે. હાલ તો આ વિમાની સેવા પ્રાયોગીક ધોરણે 3 માસ માટે ચલાવાશે. તે પછી જો પુરતો ટ્રાફિક  મળતો રહેશે તો આ વિમાની સેવા કાયમી ધોરણે પણ જારી રહેશે. નાગરિક ઉડયન મંત્રીનો હવાલો સંભાળતા ભુપેન્દ્રસિંહે  એમ પણ કહયું કે ભુજ-અમદાવાદ વચ્ચે પ0થી વધુ ખાનગી બસ તેમજ એટલી સંખ્યામાંજ એસ.ટીની બસ દોડે છે.ટ્રેનમાં માં પણ વેઈટીંગની સ્થિતિ જોવા મળતી હોવાના કારણે આ વિમાની સેવાને સારો પ્રતિસાદ મળશે તે નિશ્ચિત છે. ઉલ્લેખનિય છે કે હાલમાં નાસીક-હૈદરાબાદ ની વિમાની સેવાની કનેકટીવીટી મળે તે રીતે અમદાવાદની ફલાઈટ થોડા સમય પહેલાંજ શરૂ કરવામાં આવી છે. આ વિમાની સેવાને પ્રવાસીઓએ ઉમળકાભેર વધાવી લીધી છે. ભુજમાં પણ વિમાની સેવાના વિસ્તારની માંગ તો લાંબા સમયથી થઈ રહી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer