મુંદરા તાલુકાના ખેડૂતો મગફળીના પાક વીમાના સિત્તેરેક લાખથી વંચિત

મુંદરા, તા. 13 : મગફળીનો પાક નિષ્ફળ જવાના કારણે કંઠીપટ્ટના મુંદરા તાલુકાના ખેડૂતોને વીમાની રકમના અંદાજે 60થી 70 લાખ રૂા. મળ્યા નથી. જિલ્લામાં વિવિધ પાક વીમાની રકમના અંદાજે 90 કરોડ રૂા. ચૂકવાઈ ગયા છે. જ્યારે મુંદરા તાલુકાના કિસાનો વીમાની રકમ મળે એની રાહમાં બેઠા છે. તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ નારાણભાઈ ડી. આહીરના જણાવ્યા મુજબ સરકારે મુંદરા તા.ના ખેડૂતોની પાક વીમાની રકમ તુરંત મળે એવી સૂચના આપવી જોઈએ. પત્રમાં અન્ય મુદ્દો એ દર્શાવવામાં આવ્યો છે કે સરકાર દ્વારા બે વર્ષ અગાઉ ખેડૂતોને ટેકાના ભાવ નક્કી કરી આપવામાં આવ્યા હતા. મુંદરા તા.ના. કપાસ પકવતા ખેડૂતો પાસેથી સરકારની કોઈ એજન્સી ટેકાના ભાવે કપાસ ખરીદતી નથી. પરિણામે ખેડૂતોને નીચા ભાવે પસીનાની કમાણી કપાસનો પાક વેંચવો પડે છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ખરીદ વ્યવસ્થા મુંદરા મધ્યે નથી જેથી તૈયાર થયેલો કપાસનો પાક ખાનગી રાહે ઓછા ભાવે વેચવાની ફરજ પડે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer