વીજતંત્ર કડક બનતાં ભુજ સર્કલમાં 13 કરોડની વસૂલાત

ભુજ, તા. 13 : પીજીવીસીએલ વર્તુળ કચેરી ભુજ હેઠળના કુલ 50218 ગ્રાહકોની 30 કરોડના વીજ બિલની બાકી રહેતી રકમની વસૂલાત સામે સખત કાર્યવાહીના અંતે 20324 ગ્રાહકોની 13 કરોડની રકમની વસૂલાત થઇ હતી.હજી 29894 ગ્રાહકોની 17 કરોડની રકમ બાકી છે. હાલે વીજ જોડાણ કપાતની કડક ઝુંબેશ ચાલુ છે જે તા. 21/12 સુધી દરેક પેટા વિભાગીય કચેરીઓમાં ચાલુ રખાશે, માટે વીજ જોડાણ કપાત તેમજ કાયદાકીય કાર્યવાહીથી બચવા સત્વરે બાકી વીજબિલ ભરી સહકાર આપવા અનુરોધ કરાયો હતો. માટે કચ્છ જિલ્લાની વીજબિલ સ્વીકારતી વીજ કચેરીઓમાં ગ્રાહકોની સુવિધા અર્થે તેમજ વીજ જોડાણ કપાતથી બચવા માસ ડિસેમ્બર-2019માં આવતી જાહેર રજાઓ દરમ્યાન પણ બિલ સ્વીકારવા ખુલ્લી રહેશે. ગ્રાહકોને ઓનલાઇન બિલ ચૂકવણાની પણ સગવડ કરાઇ છે. વેબસાઇટ www.pgvcl.in પર ઉપલબ્ધ છે, જેનો લાભ લેવા એક યાદીમાં અનુરોધ કરાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer