રુદ્રાણી ડેમમાં ડૂબી જવાથી મહિલાનું થયેલું મોત

ગાંધીધામ, તા. 13 : ભુજ તાલુકાના રુદ્રાણી ડેમમાં પડી જતાં સોનબાઈ અબ્દુલ સુમરા (ઉ.વ.37) નામની મહિલાનું મોત થયું હતું, બીજી બાજુ કુકમામાં પાણીના ટાંકામાં પડી જતાં રુદ્ર ગોવિંદગર ગુંસાઈ (ઉ.વ.3) નામના બાળકનું મોત થયું હતું.પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, પુલપાટિયા રુદ્રાણીમાં રહેનારા સોનબાઈ આજે બપોરે કોઈને કાંઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. આ મહિલા મોડે સુધી પરત ન આવતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ કરી હતી.દરમ્યાન રુદ્રાણી ડેમના કિનારે તેમનાં ચંપલ મળી આવતાં અગ્નિશમન દળ અને પોલીસને જાણ કરાઈ હતી. અગ્નિશમન દળ અને અન્ય લોકોએ આ મહિલાની લાશ પાણીમાંથી બહાર કાઢી હતી. 8 વર્ષનો લગ્નગાળો ધરાવનારા આ મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પોલીસે ઉમેર્યું હતું.બીજી બાજુ કુકમાના વૈભવનગરમાં રહેનાર માસૂમ બાળક એવા રુદ્રનું મોત થયું હતું. આ બાળક પોતાના ઘરે રમી રહ્યું હતું. દરમ્યાન પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનું પોલીસે કહ્યંy હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer