મોટા કપાયામાં જુગાર અને ભુજમાં આંકડા ઉપર દરોડો

ગાંધીધામ, તા. 13 : મુંદરા તાલુકાના મોટા કપાયામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડી પોલીસે રોકડા રૂા. 2200 જપ્ત કર્યા હતા. તેમજ ભુજના વાણિયાવાડ મહેરઅલી ચોકમાં આંકડો લેતા એક શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો. મોટા કપાયા ગામમાં મૈત્રી પાર્ક પાછળ પાણીના ટાંકાની બાજુમાં આજે બપોરે ચાર શખ્સો જુગાર ખેલી રહ્યા હતા તે દરમ્યાન પોલીસ ત્રાટકી હતી અને ધાણીપાસા વડે જુગાર ખેલતા ઉદયસિંહ કાનજીભા સોઢા,  નીલેશ આતુ ધેડા, પુંજાભાઈ મગન મહેશ્વરી અને લખમણ લાલજી પાતારિયા નામના શખ્સોની ધરપકડ કરી હતી.  આ ચારેય શખ્સો પાસેથી રોકડા રૂા. 2200 હસ્તગત કરવામાં આવ્યા હતા.બીજીબાજુ મહેરઅલી ચોક વાણિયાવાડમાંથી વોકળા ફળિયાના વિનોદ નાનજી ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી.  ભુજના મહેરઅલી ચોકમાં આ શખ્સ આજે બપોરે મિલન બજારનો આંકડો લોકોને રમાડી રહ્યો હતો ત્યારે ખાખીએ તેને દબોચી લઈ તેની પાસેથી રોકડા રૂા. 590 તથા પેન, ડાયરી વગેરે આંકડાનું સાહિત્ય કબ્જે કર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer