ગાંધીધામ સંકુલમાં ઈન્ટરનેટ સેવા ડગુમગુ

ગાંધીધામ, તા. 13 : આ સંકુલમાં ખોડંગાતી મોબાઈલ સેવા મુદ્દે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે ટ્રાઈ સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તાએ  રજૂઆત કરતાં કહ્યંy હતું  કે, મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટીની  મુખ્ય સમસ્યા છે. ઈન્ટરનેટ સેવામાં ડાઉનલોડની  સ્પીડ અચાનક ઘટી જાય છે. ઈન્ટરનેટની  સ્પીડ અલગ-અલગ રહે છે. અપલોડિંગ વખતે પણ  આ  પ્રકારની  હાલાકી વેઠવી પડે છે, ગાંધીધામ સંકુલના   ઉપભોકતા માટે મુશ્કેલી ઊભી કરે છે. મોબાઈલ વપરાશકર્તા સર્વિસ પ્રોવાઈડરની સેવા  સંદર્ભે  અસંતોષની  લાગણી  ઊભી  થાય છે. મોબાઈલ સેવાના સર્વિસ પ્રોવાઈડરની ક્ષતિભરેલી સેવાને  અત્રેના નાગરિકો આ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી શકતા નથી.  ગ્રાહકોની સારી  સુવિધા  માટે નેટવર્કની ક્ષમતામાં સુધાર લાવવાની જરૂરિયાત છે.  અલગ અલગ મોબાઈલ કંપનીઓ દ્વારા હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવાના બદલામાં ઊંચા દર વસૂલાવામાં  આવે છે. જેની સામે  2-જી  ઈન્ટરનેટ સેવાની સ્પીડ  અપાતી  નથી.ચેમ્બર દ્વારા પત્રમાં યોગ્ય સેવા પ્રદાન કરાવવા માટે અનુરોધ કરાયો હતો. જાગૃત નાગરિક નંદલાલ ગુપ્તાએ  વોડાફોનની  નેટ કનેક્ટિવિટી  અંગે લેખિત ફરિયાદ કરી હતી. અલબત્ત કંપની  દ્વારા  યોગ્ય કરવાની   હૈયાધારણ જ અપાય છે.  ખોડંગાતી સેવાઓ  અંગે તેઓ  ચેમ્બરનું  ધ્યાન  દોર્યા બાદ  આ અંગે  ટ્રાઈ  સમક્ષ રજૂઆત કરાઈ  હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer