અ.ક. કાપડી વૈષ્ણવ સમાજ આગામી વસંતપંચમીએ સમૂહલગ્નોત્સવ યોજશે

અંજાર, તા. 13 : તાજેતરમાં અખિલ કચ્છ કાપડી વૈષ્ણવ સાધુ સમાજની જનરલ બેઠકમાં છેલ્લા 35 વર્ષથી સમાજના ભેખધારી અને સતત પ્રમુખ તરીકે સેવા આપતા મહંત દેવજી રાજાને પુન: પ્રમુખ તરીકે તેમજ છેલ્લા 25 વર્ષથી સમાજ સેવા કરતા સુમરાસરના રમેશભાઇ હરિરામ કાપડીની મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં સમાજના આગામી વસંતપંચમીના સમૂહલગ્ન યોજવા નક્કી કરી તેના આયોજન માટે ચર્ચા કરી કમિટીની રચના થઇ હતી.આ બેઠકમાં ઉપપ્રમુખ તરીકે કિશન વિનેશભાઇ સાધુ (માધાપર), સચિનભાઇ ચંદુલાલભાઇ કાપડી (માતાનામઢ), ગોવર્ધનદાસ પુરુષોતમદાસ સાધુ (યશોદાધામ) તેમજ સહમંત્રી આનંદભાઇ મણિરામભાઇ કાપડી (ચપરેડી), ખજાનચી તરીકે ધનસુખ કાનજીભાઇ કાપડી (કુનરિયા), સહખજાનચી પાર્થ ધીરજભાઇ કાપડી (મોરઝર) તેમજ 21 જેટલા કારોબારી સભ્યો વરાયા હતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ આગેવાનોએ સમૂહલગ્ન વિશે ચર્ચા કરી હતી અને આગામી તા. 30-1-2020ના વસંતપંચમીના દિવસે સમાજના સમૂહલગ્નો યોજવા એવું નક્કી કરવામાં આવ્યું હતું. જેની તૈયારીઓ માટે એક કમિટીની રચના કરાઇ હતી. જેમાં સમૂહલગ્નના પ્રમુખ તરીકે વિનેશ સાધુ-માધાપર, ઉપપ્રમુખ તરીકે મહંત જગદીશદાસ વેલદાસજી સાધુ (બંદરા), કાનજીભાઇ હરિરામભાઇ કાપડી ?(નખત્રાણા) તેમજ મંત્રી નારણભાઇ નાગજીભાઈ કાપડી (લોડાઇ), સહમંત્રી પ્રકાશભાઇ હરિરામભાઇ કાપડી (માધાપર), ખજાનચી બ્રિજેશ મનછારામ ગોંડલિયા (અંજાર), સહખજાનચી જયરામભાઇ ભચુરામભાઇ કાપડી (ઢોરી) વરાયા હતા. સમાજ પ્રમુખ દેવજીરાજા કાપડીએ સમાજની એકતા અને શિક્ષણની હાકલ કરી હતી. મંત્રી રમેશભાઇએ આભાર વ્યકત કર્યો હતો. આ મિટિંગમાં સમાજના આગેવાનો હાજલદાદા અખાડાના બંધુ મહંત ભરતદાદા, ભગવાનજીભાઇ કાપડી, દશરથભાઇ કાપડી, અરજણભાઇ કાપડી, કાનજીભાઇ કાપડી વિ. આગેવાનો હાજર રહ્યા હતા એવું મંત્રી રમેશભાઇ કાપડીએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer