અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજ પણ આંદોલન કરશે

ગાંધીધામ, તા. 13 : લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયામાં રબારી, ભરવાડ, ચારણ ઉમેદવારને થયેલા અન્યાયઅંગે ગાંધીધામ આદિપુર રબારી સમાજે ગાંધીધામ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતું.રબારી સમાજના પ્રમુખ અરજણભાઈ રબારી એ લેખિત રજુઆત કરતાં પત્રમાં જણાવ્યુ હતુ કે ગીર, બરડા અને આલેચ વિસ્તારના અનુ.જન જાતિના રબારી , ચારણ, ભરવાડ જાતિના ઉમેદવારોને જાતિના પ્રમાણપત્રની ચકાસણીના બહાના  તળે મેરીટ  યાદીમાંથી બહાર રાખી અન્ય ઈસમોને તેની જગ્યા ઉપર સમાવેશ કરી અન્યાય કરાયો હોવાનો   આક્ષેપ પત્રમાં કરાયો છે.ઉમેદવારોને અન્યાય અર્થે પોરબંદર જિલ્લા રબારી સમાજે  ઉપવાસ આંદોલન કર્યુ  છે. જેને અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજ દ્વારા સમર્થન અપાયુ છે. આ મુદે ન્યાય નહીં અપાય તો  અખિલ કચ્છ  રબારી ભરવાડ સમાજ દ્વારા  પણ આંદોલનની ચીમકી અપાઈ હતી.માલધારી વિકાસ સંગઠન ગુજરાતના  પરબતભાઈ ખટાણા દ્વારા પણ  આ મુદે રજુઆત કરાઈ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer