રાજગોર સમાજના સમૂહલગ્ન મુંદરા ખાતે યોજવાનો નિર્ણય

મસ્કા (તા. માંડવી), તા. 13 : અખિલ કચ્છી રાજગોર પ્રેરિત અને મુંદરા રાજગોર સમાજ આયોજિત 31મા સમૂહલગ્ન તા. 16/2ના મુંદરા ખાતે યોજાશે, તેવું કાર્યાલયનું ઉદ્ઘાટન કરી મુંદરા રાજગોર સમાજના પ્રમુખ કીર્તિભાઇ રાજગોરે જણાવ્યું હતું.આ માટેની તમામ તૈયારીઓ થઇ ચૂકી છે અને તમામ સમિતિઓ કાર્યરત થઇ ગઇ છે અને આ વખતે વિશિષ્ટ સમૂહલગ્ન યોજાશે એમ ઉમેર્યું હતું. આ પહેલાં સમૂહલગ્નની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. વિશેષ વિગત આપતાં જણાવ્યું કે, સમૂહલગ્નમાં જોડાવવા ઇચ્છતા યુગલ અને જનોઇ ધારણ કરવા ઇચ્છતા બટુકોએ તા.5/1 સુધીમાં ફોર્મ ભરીને આપવા પડશે.ફોર્મ માટે મસ્કા, બાગ, ગુંદિયાળી, માંડવી, નાગલપુર, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ એમ વિવિધ સ્થળોએ ફોર્મની વ્યવસ્થા કરવામાં આવી છે. દાતાઓનો સહયોગ મળી રહ્યો છે. અશ્વિનભાઇ ગોર, ચંદ્રકાંત ગોર, મહેશભાઇ ગોર, હિતેશભાઇ?ગોર વગેરે આયોજનને આખરી ઓપ આપી રહ્યા છે. નટવરભાઇ ગોરે આવકાર્યા હતા અને મુંદરા ખાતે પ્રથમ વખત યોજાતા સમૂહલગ્ન અદ્વિતીય બની રહેશે એવી આશા વ્યક્ત કરી હતી. આનંદ વ્યાસે સંચાલન કર્યું હતું, જ્યારે સતીશભાઇ ગોરે આભારવિધિ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer