આજથી મિરજાપરમાં પુરુષોત્તમ પ્રકાશ પંચાહન પારાયણ જ્ઞાનયજ્ઞ

મિરજાપર (તા. ભુજ), તા. 13 : અહીંના સ્વામિનારાયણ મંદિરના 17મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તા. 14/12થી તા. 18/12 પુરુષોત્તમ પ્રકાશ પંચાહન પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન  સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 8.30થી 11 અને સાંજે 3.30થી 6 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. વકતાપદે શા. સ્વામી ભકતવત્સલદાસજી, શા. સ્વામી શ્યામકૃષ્ણદાસજી રહેશે. સભા સંચાલન સ્વામી પુરુષોતમદાસજી, સ્વામી હરિમુકુંદદાસજી અને સંગીતમાં સ્વામી શ્રીજીનંદનદાસજી સહયોગ આપશે. મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ તા. 14ના રાત્રે 8 વાગ્યે શ્રીહરિ તપોવન ગુરુકુળ રામપર દ્વારા રજૂ થશે. તા. 15ના રાત્રે  8 વાગ્યે રાસોત્સવ, તા. 16ના રાત્રે 8  વાગ્યે સંગીત સંધ્યા, તા. 17ના સુખપર, મદનપર, નરનારાયણ નગર, માધાપરના હરિભકતોની મંડળી ઉપસ્થિત રહેશે, સાથે બંને સમય ભોજન પ્રસાદનું હરિભકતો માટે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે  તા. 17ના ગામની નિયાણીઓને ઉપસ્થિત રહેવું તેમ જ્ઞાનયજ્ઞના સહયોગથી કાનજીભાઇ લાલજી હિરાણી પરિવારની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer