ઠંડીનું જોર વધી રહ્યું છે તેમ તેમ અંજારમાં વાંચન પ્રવૃત્તિમાં વેગ આવે છે

ઠંડીનું જોર વધી રહ્યું છે તેમ તેમ અંજારમાં વાંચન પ્રવૃત્તિમાં વેગ આવે છે
અંજાર, તા. 12 : માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા માતૃભાષા સંવર્ધન અને સંરક્ષણ અર્થે વિવિધ સ્થળે પુસ્તક પરબનાં કેન્દ્રો ચાલી રહ્યાં છે. અંજારમાં પણ આ પ્રવૃત્તિ છેલ્લા 17 મહિનાથી અવિરત ચાલુ છે, જેમાં વાચકોને રસ-રુચિ અનુસાર પુસ્તકો મળી રહે એ હેતુથી રોટરી ક્લબ અંજાર તથા સાહિત્ય સૌરભના સદસ્યોના પ્રયત્નોના કારણે લોકોમાં સકારાત્મક વલણ વાંચન તરફ વધી રહ્યું છે, જેમ- જેમ શહેરમાં શિયાળાની ઠંડીનું જોર વધી રહ્યું છે તેમ તેમ શહેરીજનોની વાંચન પ્રવૃત્તિમાં પણ વેગ આવી રહ્યો છે. રોટરીના ચંદ્રકાંતભાઈ પલણ અને કાનજીભાઈ સોરઠિયાનાં માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ પ્રવૃત્તિના પ્રોજેક્ટ ચેરમેન રાજ સોમૈયા તથા સાહિત્ય સૌરભના અમૃતભાઈ દ્વારા વિવિધ પ્રયોગો આદરી પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. ફિરોજ કુંભાર, પ્રવીણ થારૂ, હરેશભાઈ ઠક્કર, અગ્રણીઓ વિ. મુલાકાત લઈ ચૂક્યા છે. કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલ તથા ઢેબર સમાજ સંચાલિત એલ. ડી. રબારી સ્કૂલમાં પણ પ્રદર્શન સાથે વાર્તાલાપનું આયોજન કરાયું હતું. આશરે 350થી વધુ પુસ્તકોનું આદાન-પ્રદાન કરાયું હતું. અજીજ ખત્રી, જયેશભાઈ પીઠડિયા, મંજુબેન ભીંડે, ડી. વી. હાઈસ્કૂલના શ્રી ચૌહાણ, ગાયત્રીબેન મજેઠિયા, મૌલિક શાહ, મહેન્દ્રભાઈ અમૃતિયા, સુધાબેન વગેરે જેવા નિયમિત વાચક શિક્ષકોને માર્ગદર્શન આપી રહ્યા હોવાનું ક્લબના મંત્રી શ્રી સોમૈયાએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer