ભુજમાં શિવકૃપાનગર ખાતે ટાંકાનું ખાતમુહૂર્ત

ભુજમાં શિવકૃપાનગર ખાતે ટાંકાનું ખાતમુહૂર્ત
ભુજ, તા. 12 : નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં વોર્ડ નં. પાંચમાં આવેલા ભગવતીધામ ખાતે ચબૂતરાના નિર્માણ કાર્યનું ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્યની ગ્રાંટમાંથી વોર્ડ નં. 5, 6 અને 8 ખાતે નિર્માણ પામનારા ચબૂતરાના નિર્માણકાર્યનો આજે પ્રારંભ કરાયો હતો. ભુજ શહેરને પૂરી પાડવામાં આવતી પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુચારુ કરવાના હેતુથી અમૃત યોજના હેઠળ વિવિધ ચાર વિસ્તારમાં નિર્માણ પામનારા પાણીના ટાંકા તેમજ નર્મદાના પાણીની લાઇન પાથરવાના કામનું પણ ખાતમુહૂર્ત શિવકૃપાનગર ખાતે કરાયું હતું. આ અવસરે ઉ.પ્ર. ડો. રામ ગઢવી, કારોબારી ચેરમેન ભરત રાણા, મુખ્ય અધિકારી નીતિન બોડાત, વોટર સપ્લાય શાખાના ચેરમેન કૌશલ મહેતા, રાહુલ ગોર, અશોક હાથી, અશોક પટેલ, સહદેવસિંહ જાડેજા, કાસમ કુંભાર, ગોદાવરીબેન ઠક્કર, રેશ્માબેન ઝવેરી, ચૌલાબેન સોની, બિંદિયાબેન ઠક્કર, દિલીપ શાહ, મંદાબેન પટ્ટણી, નિશાબેન અંતાણી, મીનાબેન ગોર, આદમ જત, કાસમ ચાકી, વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, બંને વિકાસકામોના કોન્ટ્રાક્ટર, શહેરીજનો તથા નગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સંચાલન ભરત રાણાએ કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer