તમારામાં વકતૃત્વ કળાના ગુણ છે ? તો જોડાવ `સ્પીકર ઓફ કચ્છ'' સ્પર્ધામાં

ભુજ, તા. 12 : કચ્છમાં કયો યુવાન કે વિદ્યાર્થી સારું બોલી શકે છે ? કોણ છે સ્પીકર ઓફ કચ્છ 2.0 ? આ પ્રશ્નના જવાબ માટે નગારે ઘા વાગી ગયો છે. આયોજકો છે રાબેતા મુજબ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અને કચ્છના જન-જન સાથે વણાયેલું અખબાર કચ્છમિત્ર અને તેમાં મુખ્ય સહયોગી છે કચ્છમાં વિવિધ ક્ષેત્રે સેવાકીય કાર્ય કરી રહેલું અદાણી ફાઉન્ડેશન. આ વખતે `સ્પીકર ઓફ કચ્છ-2020' વક્તવ્ય કલા સ્પર્ધા બે વિભાગમાં યોજાશે, જુનિયર અને સિનિયર. સ્પર્ધાના અંતે ચેમ્પિયન અને અન્ય વિજેતાઓનું રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રથી ભવ્ય સન્માન કરાશે.સ્પર્ધાની વિગતો આપતાં ઇવેન્ટ કો-ઓર્ડિનેટર અને યુનિ.ના અંગ્રેજી ભવનના પ્રાધ્યાપક ડો. આર. વી. બસિયાએ જણાવ્યું હતું કે, પ્રાઇમરી રાઉન્ડ તા. 24/12ના મંગળવારે કચ્છ યુનિવર્સિટી ખાતે, તા. 26/12ના આદિપુર તોલાણી ઇન્સ્ટિટયૂટ ઓફ કોમર્સ ખાતે તથા ત્રીજો પ્રાથમિક રાઉન્ડ માંડવીની એસ. વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. સ્પર્ધાની યોગ્યતા આ મુજબ છે- જુનિયર વિભાગમાં કચ્છની કોઇપણ કોલેજ કે કચ્છ યુનિવર્સિટી ભવનમાં અભ્યાસ કરતા 18થી 25 વયના કચ્છમાં વસતા કોઇપણ વિદ્યાર્થી જોડાઇ?શકે છે, જેમની વય તા. 31/12/'19ના ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોય. સિનિયર વિભાગમાં કચ્છમાં વસતા 26થી 35 વયના કોઇપણ યુવાન જોડાઇ?શકે છે, જેમની વય તા. 31/12/'19ના ઓછામાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોય. રજિસ્ટ્રેશન કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ પર આપવામાં આવેલી લિંક પરથી તા. 17/12 સુધીમાં ઓનલાઇન કરી શકાશે. ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાંથી કોઇપણ એક ભાષામાં અભિવ્યક્તિ કરી શકાશે. પ્રાઇમરી રાઉન્ડ ભુજ, માંડવી અને આદિપુર ખાતે યોજાશે જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ ભુજ ખાતે યોજાશે. પ્રાયમરી રાઉન્ડમાં સ્પર્ધાના આઠ દિવસ અગાઉ અપાયેલા વિષય પર ચારથી પાંચ મિનિટ વક્તવ્ય આપવાનું રહેશે, જ્યારે 10થી 15 મિનિટ અગાઉ અપાયેલા શબ્દ / વાક્ય / ટોપિક પર બેથી ત્રણ મિનિટ બોલવાનું રહેશે. પ્રાયમરી રાઉન્ડમાંથી પસંદ થયેલા સ્પર્ધકો સેમિફાઇનલમાં જશે, જેમાં 20થી 25 મિનિટ અગાઉ?અપાયેલા ટોપિક પર 20થી 25 મિનિટ જૂથચર્ચા (9થી 10ના ગ્રુપમાં) અને કલાક અગાઉ?અપાયેલા વિષય પર ચારથી પાંચ મિનિટ ડિબેટ (બે જણની જોડી) થશે. ફાઇનલ રાઉન્ડમાં એકાદ-બે કલાક અગાઉ?અપાયેલા વિષય પર પાંચથી છ મિનિટ સ્પર્ધકના વિચારોની અભિવ્યક્તિ અને  મંચ પર હાજરજવાબીપણાની કસોટી કરાશે. વધુ માહિતી માટે ડો. બસિયાનો ફોન નં. 94264 52925 પર સંપર્ક થઈ શકશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer