ખાસ ખેલકુંભમાં માંડવીની વિકલાંગ કન્યા છાત્રાલયની ખેલાડીઓ ઝળકી

માંડવી, તા. 12 : દિવ્યાંગોના ઉત્કર્ષ માટે માંડવીમાં કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની 10 છાત્રાઓએ, દિવ્યાંગો માટેના માધાપરમાં યોજાયેલા સ્પેશિયલ ખેલમહાકુંભમાં જુદા જુદી 12 સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ મેળવીને સરકાર તરફથી કુલ રૂપિયા 39 હજારનું ઇનામ જીત્યું હતું. હમ કિસીસે કમ નહીં પંકિતને સાર્થક કરી છે.શાન્તા એલ. મહેશ્વરીએ  ચક્રફેંકમાં પ્રથમ અને બરછીફેંકમાં બીજો નંબર, રિદ્ધિ બી. ભટ્ટે 50 મીટર દોડમાં બીજો અને સોફ્ટ બોલમાં ત્રીજો નંબર મેળવ્યો હતો. ગોળાફેંકમાં  ભાવિના એચ. માતંગે અને સંગીતા આર. માતંગે વ્હીલચેર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો. દમયંતી એન. વિંઝોડા અને જયશ્રી ડી. ગઢવીએ બરછીફેંકમાં બીજો નંબર અને હિના આર. માતંગે વ્હીલચેરમાં  અને હંસા આર.?ફુફલે લાંબીકૂદમાં બીજો નંબર મેળવેલ છે. જ્યારે જિજ્ઞા એમ. વાઘા બરછીફેંકમાં અને ચેતના પી. પાતારિયાએ ચક્રફેંકમાં ત્રીજો નંબર મેળવ્યો હતો. સરકાર તરફથી પ્રથમ નંબરને રૂા. પાંચ હજાર, બીજા નંબરને રૂા.?ત્રણ હજાર અને ત્રીજા નંબરને રૂા. બે હજારનું રોકડ ઇનામ અપાય છે. ખેલ મહાકુંભમાં છાત્રાલયના ગૃહમાતા પ્રવિણાબેન દિવ્યાંગ છાત્રાઓની સાથે રહીને  સહયોગી રહ્યા હતા. વિજેતા છાત્રાઓને  સંસ્થાના પ્રમુખ ડો. કૌશિક શાહ, મંત્રી દિનેશ શાહ, ઉપપ્રમુખ અશ્વિન શાત્રી અને ડો. આદિત્ય ચંદારાણા,ખજાનચી પ્રતાપ ચોથાણી, સહખજાનચી અશ્વિન ગજરા, સહમંત્રી કે.બી. સોની અને સુલતાન મીર, પૂર્વ પ્રમુખ અરવિંદ શાહ, સલાહકાર કમલેશ પાઠક તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે બિરદાવ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer