જનસેવા કેન્દ્રમાં દાખલો કઢાવવા સોગંદનામાની ઝંઝાળમાંથી મળશે મુક્તિ

ભુજ તા 12 : જન સેવા કેન્દ્રમાં અરજદારોને વેઠવી પડતી હાલાકીઓ હવે હળવી બને તવી ઉજળી શક્યતાઓ સર્જાઈ છે. કેમ કે હવેથી અગત્યના ગણાય તેવા 10 દાખલામાં હવે સોગંધનામાનો આગ્રહ રાખવામાં આવશે નહીં. આ માટે ટૂંક જ સમયમાં વિધિવત જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ વહીવટી સૂત્રોમાંથી વ્યક્ત થતી જોવા મળી રહી છે. જો આ આદેશની અમલવારી વહેલી તકે કરવામાં આવશે તો અરજદારોને ઘણી જ રાહત થશે. જન સેવા કેન્દ્રમાં હાલ જે કોઈ પણ દાખલા લેવાના થતા હોય તેમાં મોટાભાગે નોટરી અને સોગંદનામાને ફરજિયાત કરવામાં આવતાં અરજદારોને આ કારણે વારમવાર ધક્કા ખાવાનો વારો આવતો હતો. જો કે આગામી સમયમાં જનસેવા કેન્દ્ર મારફત અપાતા 10 દાખલામાં હવે સોગંદનામું કરવાની જરૂર પડે જ નહીં તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે જે 10 દાખલા મેળવવામાં હવે  સોગંદનામું કરવાની જરૂર નહીં પડે તેમાં ડોમિસાઈલ, આવક, બિનઅનામત, નોન ક્રીમિલિયર, વિધવાસહાય, દાવા અરજી સહિતનો સમાવેશ થાય છે. નવા લાગુ થનારા નિયમ અંતર્ગત આ 10 દાખલા મેળવવા માટે કોઈ પણ અરજદાર પ0 રૂપિયાનું સ્ટેમ્પ પેપર અને આધારકાર્ડની નકલ લઈ માત્ર 20 રૂપિયાની પાવતી ફડાવવાની રહેશે. હાલમાં આ પ્રક્રિયા અમલી બનાવવા માટેનો તખ્તો ઘડાઈ રહ્યો છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer