ભુજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક રજાથી ચર્ચા

ભુજ, તા. 12 : ભુજ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં આજે તાલુકા કક્ષાની સ્થાનિક રજા રખાતાં ચર્ચા જાગી હતી.જોકે તે નિયમસર જ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જિ. પ્રા. શિક્ષણાધિકારી સંજય પરમારને  આ બાબતે  પૂછતાં તેમણે જણાવ્યું કે, દત્ત જયંતી અને પૂનમને ધ્યાને લઇ તાલુકા પ્રા. શિક્ષણાધિકારીએ રજા જાહેર કરી હતી. સરકાર દ્વારા સ્થાનિક શિક્ષણતંત્રને  ત્રણ રજા જાહેર કરવાની સત્તા આપી છે. તદ્અનુસાર  આ  રજા અપાઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer