કચ્છના બે પ્રાંત અધિકારી બદલ્યા : ત્રણ નવા આવ્યા

ભુજ, તા. 12 : નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની રાજ્યભરમાં થયેલી સામૂહિક બલીઓમાં કચ્છમાંથી બે પ્રાંત અધિકારીઓને જિલ્લા બહાર બદલવામાં આવ્યા છે તો ત્રણ નવા અધિકારીના કચ્છમાં હુકમ થયા છે. અબડાસા-લખપતના પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીની રાજકોટ સિટી-1માં પ્રાંત અધિકારી તરીકે જ્યારે રાપરના નાયબ કલેકટર સુશિલ પરમારને ગીર સોમનાથ ખાતે બદલવામાં આવ્યા છે.  આ બન્ને અધિકારીઓ કચ્છમાં સીધા માલમતદાર તરીકે મુકાયા બાદ કચ્છમાં જ બન્નેને નાયબ કલેક્ટર તરીકે બઢતી અપાઇ હતી. પોરબંદર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા કે. જી. ચૌધરીને મુંદરા પ્રાંતનો હવાલો સેંપવામાં આવ્યો છે. પાટણ સમી-હારીજના પ્રાંત  અધિકારી ડો. રીના ચૌધરીને કચ્છના પુરવઠા અધિકારી બનાવાયા છે. બીજીબાજુ અજમાઇશી નાયબ કલેક્ટર પાર્થ કોટડિયાને જિલ્લા પંચાયતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer