આડેસરની રૂા. 26 લાખની ખનિજચોરીના મુખ્ય આરોપીના આગોતરા નામંજૂર

ગાંધીધામ, તા. 12 : રાપરના આડેસરમાંથી રૂા. 26,15,926ની ખનિજ ચોરીના પ્રકરણમાં મુખ્ય આરોપીના આગોતરા જામીન અંજારની કોર્ટએ  રદ કર્યા હતા. આડેસર પોલીસ મથકે રૂા. 26,15,926ની ખનિજ ચોરી મુદ્દે ગુનો નોંધાયો હતો. આ બનાવમાં અમુક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જયારે નઝરમામદ અયુબ હિંગોરજા નામનો ઇસમ પોલીસના હાથમાં આવ્યો ન હતો. દરમ્યાન આ આરોપીએ પોતાના આગોતરા મેળવવા માટે અંજારની સાતમા અધિક સેશન્સ જજની કોર્ટમાં અરજી કરી હતી. ન્યાયાધીશ ડી. જે. મહેતાએ  તમામ આધાર, પુરાવા ચકાસી તેમજ આ ઇસમ નઝરમામદ સામે અગાઉ હત્યા, હત્યાની કોશીષ, લૂંટ જેવા ગંભીર ગુન્હાઓ નોંધાયેલા હોવાથી તેની આગોતરા જામીનની અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશિષ પી. પંડયા હાજર રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer