ગાંધીધામમાં થયેલાં દબાણો ન હટે તો ધરણા-પ્રદર્શન કરાશે

ગાંધીધામ, તા. 4 : શહેરના શક્તિનગરમાં ગેરકાયદેસ રીતે દબાણ રૂપે બનેલી દુકાનો અને  ઓટલા  તોડવા અંગે  અત્રેના સામાજિક કાર્યકરે પાલિકાના મુખ્ય અધિકારી  સમક્ષ લેખિત રજૂઆત કરી હતી.ગાંધીધામના  રાજેશ એમ. મોતીયાણીએ રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું હતું કે, શક્તિનગરના પ એન.યુ. 10  એ, બી, સી, ડી કેટેગરીના મકાનધારકોએ પોતાના મકાન ઉપરાંત સરકારી રોડની જગ્યા ઉપર  મોટી  દુકાન ખડકી  દીધી છે. આ દુકાનોનાં ભાડાં  ઉઘરાવાતા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.વધુમાં તેમણે જણાવ્યું  હતું કે, આ  વિસ્તારની સામે આવેલા  સુંદરપુરી વિસ્તારમાં થોડા  સમય અગાઉ જ  દુકાનો  તોડીને દબાણ હટાવવાની કામગીરી કરાઈ  હતી. તો અત્રે  આ જ પ્રકારે  કાર્યવાહી કેમ નથી  કરાતી તેવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો.આગામી 10 દિવસમાં  આ  દબાણવાળા વિસ્તારમાં જઈ પ્રાથમિક તપાસ  કરી દબાણ હટાવવા અંગેની કાર્યવાહી નહીં કરાય તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી  ધરણા પ્રદર્શન કરવા અંગે પત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer