આદિપુરના ચાર નગરસેવકોને શું કામો કર્યાં તેવો પૂછાયો પ્રશ્ન

ગાંધીધામ, તા. 4 : સંકુલના એક જાગૃત નાગરિકે વોર્ડ નં. 2ના ચૂંટાયેલા ચાર નગરસેવકોને પત્ર લખી ચાર વર્ષમાં પ્રજાની સુખાકારી માટે કેટલાં કામ  કર્યાં તેવો  પ્રશ્ન કર્યો હતો. આદિપુર 2-બીના સ્થાનિક  જિતેન્દ્ર દેવતવાલે વોર્ડ નં. 2ના  ચાર  નગરસેવકોને પ્રશ્નો કરતા પત્રમાં જણાવ્યું હતું કે, 2015થી નગરસેવક  તરીકે આવ્યા  બાદ  છેલ્લા  ચાર વર્ષમાં   વોર્ડ 2માં પ્રજાલક્ષી સુખાકારીનાં   કયાં કામો કરવામાં  આવ્યાં? વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 2-બી વિસ્તારમાં અને  જનતા હાઉસમાં નવી પાણીની લાઈન નાખવામાં આવી છે. પંરતુ આ કામ પથરાયેલા પેવર બ્લોક તોડીને કરાયું છે. હવે તોડાયેલા  પેવર બ્લોકનું કામ ફરી કોના દ્વારા કરવામાં આવશે. પાલિકા  દ્વારા કે ગટરલાઈનનું કામ કરનાર  ઠેકેદાર  દ્વારા? તેવો પ્ર્રશ્ન પૂછી લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer