ગાંધીધામમાં રાષ્ટ્રીયકૃત બેંકે 15 લોનધારકોને મંજૂરીપત્રો આપ્યા

ગાંધીધામ, તા. 4 : અહીંની બેંક ઓફ ઈન્ડિયા શાખા દ્વારા ગ્રાહકોની લોન સંદર્ભે મંજૂરીપત્રો વિતરણ કરતો  કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીધામ બેંક ઓફ ઈન્ડિયા શાખા  દ્વારા  હાઉસિંગ લોન, કેશ-ક્રેડિટ લોન, ડેરી જેવી જુદી  લોન મંજૂર કરાઈ હતી. કાર્યક્રમમાં15 અરજીકર્તાઓને મંજૂરીપત્ર બેંક મેનેજર સલાકાબેન સોનવડેના હસ્તે  અર્પણ કરાયા હતા. આ વેળાએ   બેંક મેનેજર સલાકાબેને  પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. લોનધારકોએ  આભારની લાગણી વ્યક્ત કરી પૂર્ણ વફાદારી સાથે લોનની ભરપાઈ કરી  વધુ એક વખત લોન  લઈશું તેવું કહ્યું હતું. કાર્યક્રમમાં  બિઝનેસ ચીફ મેનેજર મહેન્દ્રસિંહ, આદિપુર શાખાના શ્રી શર્મા, સહાયક મેનેજર શ્રી મીણા, બેન્ક સ્ટાફના મોહન પંજિયાર, સીમાબેન, રત્નાબેન સહિતના હાજર રહ્યા હતા.અંતમાં દિનેશભાઈએ આભારવિધિ કરી હતી. સમગ્ર આયોજનમાં દામજીભાઈ, દેવરાજભાઈ સહિતનાએ સહકાર આપ્યો હતો.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer