`દુલેરાય કારાણી સાહિત્ય વૈભવ'' ગ્રંથ કચ્છના સાહિત્ય જગતમાં નવું પરિમાણ

માંડવી, તા. 4 : સાડા ચાર દાયકાથી કચ્છમાં ગ્રામોત્થાન સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલી  સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટની સાહિત્ય પાંખ વિવેકગ્રામ પ્રકાશનના રજત જયંતી વર્ષ નિમિત્તે કચ્છના સાહિત્યકાર દુલેરાય કારાણીના વૈવિધ્યસભર સાહિત્યમાંથી વિવિધ કૃતિઓ પસંદ કરીને `દુલેરાય કારાણી સાહિત્ય  વૈભવ'ના નામે વિશિષ્ટ ગ્રંથ પ્રકાશિત કરીને કચ્છના સાહિત્ય જગતમાં એક નવું પરિમાણ ઉમેરવાનું આયોજન કર્યું છે. તાજેતરમાં સંસ્થા દ્વારા `દુલેરાય કારાણી : સમગ્ર સાહિત્ય' સેમિનારનું આયોજન ભુજમાં સંપન્ન થયું ત્યારે થયેલી જાહેરાત મુજબ દુલેરાય કારાણીના વિવિધ પુસ્તકોમાંથી પસંદગીની કૃતિઓનું સંકલન કરીને પ્રકાશિત થનારા આ ગ્રંથમાં કારાણીની વાર્તાઓ, કારાણીના ગુજરાતી, કચ્છી, હિન્દી કાવ્યો, કારાણીની બાવનીઓ તેમજ કારાણીના પ્રકીર્ણ સાહિત્યનો સમાવેશ?થશે. આ ગ્રંથની પ્રસ્તાવના ગુજરાતના જાણીતા લોકસાહિત્યવિદ્ જોરાવરસિંહ જાદવ લખશે. વિશેષમાં  તેઓએ ત્રીસ વર્ષ અગાઉ દુલેરાય કારાણીની દૂરદર્શન પર લીધેલી મુલાકાતનો પણ આ ગ્રંથમાં સમાવેશ થશે. ગ્રંથનું સંપાદન ડો. કાંતિ ગોર `કારણ' અને રવિ પેથાણી `િતમિર' સંભાળી રહ્યા છે. 1/5 સાઇઝ (7.50 ડ્ઢ 9.50 ઇંચ)માં પ્રકાશિત થનારો અંદાજિત 500 પેજનો ગ્રંથ હોવા છતાં રૂા. 500 ઉપરાંત થવા સંભવ છે, જે તા. 31 ડિસેમ્બર સુધીમાં એડવાન્સ બુકિંગ કરાવનારને રૂા. 200માં મળશે. દુલેરાય કારાણીનું સાહિત્ય વધુ ને વધુ લોકો સુધી પહોંચે તે માટે વીઆરટીઆઇના વિવેકગ્રામ પ્રકાશન દ્વારા જાહેર ઇજન અપાયું છે. ગ્રંથના એડવાન્સ બુકિંગ તથા વધુ માહિતી માટે પ્રકાશન અધિકારી ગોરધન પટેલ `કવિ' મો. નં. 98252 43355નો સંપર્ક સાધવા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer