રણોત્સવમાં આવતા પ્રવાસીઓ ઊંટડીના દૂધમાંથી બનતી વસ્તુનો સ્વાદ માણશે

ભુજ, તા. 4 : કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. `સરહદ ડેરી' અને જિલ્લા    વિકાસ અધિકારી પ્રભવ જોશી દ્વારા રણોત્સવ દરમિયાન કચ્છ જિલ્લાની આગવી ઓળખ સમાન ઊંટડીના દૂધને રાષ્ટ્રીય સ્તેર ઓળખ મળે તે હેતુથી સ્ટોલ રાખવા માટે જણાવાયું હતું. ત્યારે પ્રથમ વખત આ પ્રકારનો સ્ટોલ કાર્યરત કરાયો છે. સરહદ ડેરીની કર્મચારીઓની મંડળી મારફત સંચાલિત સ્ટોલનું નામ 3-સી કાફે રાખવામાં આવ્યું છે. તેના મેન્યુમાં તમામ પ્રકારના બેવરેજીસ સરદહ ડેરી દ્વારા તૈયાર કરેલ ઊંટડીના દૂધમાંથી કેમલ મિલ્ક, ચોકોલેટ, સુગર ફ્રી ચોકલેટ, સુગર ફ્રી આઈક્રિમમાંથી જુદા જુદા પ્રકારના મિલ્ક શેક, ખીર, ચાય, કોફી, ખારેકનો શેક, સુગર  ફ્રી શેક તેમજ અમૂલની અન્ય પણ તમામ વેરાયટીઓ પણ ઉપલબ્ધ રખાઈ છે. ઊંટડીના દૂધની તથા સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓની જાગૃતિ આવે જેનો સીધો ફાયદો ઊંટ ઉછેરકોને મળે તે સ્ટોલનો  ઉદ્દેશ હોવાનું વલમજીભાઈ હુંબલે જણાવી 10 ટકા સુધી કેશલેસ પેમેન્ટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવાનું આયોજન ઘડાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer