ગુજરાત રાજ્ય યુવા એવોર્ડ માટે ઈજન

ભુજ, તા. 4 : રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા 12 જાન્યુઆરી, 2020ના સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવા પારિતોષિક યોજનાની શરૂઆત થશે. આ યુવા પારિતોષિક માટે 15થી  29 વયજૂથના ગુજરાતના વતની યુવાનો જેઓ ઓછામાં ઓછા પાંચ (5) વર્ષ સુધી સ્વચ્છ ભારત અભિયાન, જળ બચાવો અભિયાન, પ્રદૂષણ નિયંત્રણ, વૃક્ષારોપણ, વનીકરણ, બાળ પોષણ અભિયાન, પ્રૌઢ શિક્ષણ, પુન:પ્રાપ્ય ઊર્જા, સ્કીલ ડેવલોપમેન્ટ, રાજ્ય તેમજ સમાજસેવા અંગેના બીજા ફ્લેગશિપ પ્રોગ્રામોમાં ઓળખી શકાય તેવા ઉત્તમ કાર્ય, સાતત્યપૂર્ણ વિકાસ અને નક્કર યોગદાન આપ્યું હોય તેવા યુવાનો પારિતોષિક માટે અરજી કરી શકશે. અરજી માટે પાનાંમાં અરજદારના બાયોડેટા સાથે વધુમાં વધુ પાંચ પાનામાં ઉપરોક્ત દર્શાવેલ કોઈ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અંગેના પુરાવા તથા ફોટો સાથે જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં. 411, 3જો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતે તા. 12/12 સુધી અરજી મોકલી આપવાની રહેશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer