આજે ભુજ ખાતે ભારતના નવોત્થાન અંગે જ્ઞાનભારતીનો શૈક્ષણિક સેમિનાર

ભુજ, તા. 4 : આશાપુરા બી.એડ્. કોલેજ ખાતે આવતીકાલે તા. 5ના ગુરુવારે સવારે 9 કલાકથી ભારતીય ચિંતનના આધારે જ્ઞાનભારતી સંસ્થા દ્વારા પઠન સામગ્રી સંકલન અંગે એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરાયું છે જેમાં પુનરુત્થાન વિદ્યાપીઠના વિદ્વાન કુલપતિ ઈન્દુમતિબહેન કાટદરે અને વાંચે ગુજરાત પ્રવૃત્તિના પ્રણેતા મહાદેવભાઈ દેસાઈ માર્ગદર્શન કરશે. કચ્છના સર્જકો માટે યોજાયેલા આ સેમિનારમાં ભારતીય શબ્દાવલીથી ભારતના જ્ઞાન વારસાને સમજવાનો પ્રયાસ થશે. નવી પેઢી સુધી આપણા જીવનમૂલ્યો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો કેવી રીતે પહોંચાડી શકાય તે અંગે વિવિધ સત્રોમાં વિસ્તૃત ચર્ચા ગોષ્ઠી થશે એમ સંયોજક ડો. કેશુભાઈ મોરસાણિયાની યાદીમાં જણાવાયું છે. ઉદ્ઘાટન સત્રમાં કચ્છ યુનિ.ના ઈન. કુલપતિ દર્શનાબહેન ધોળકિયા, જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર તથા શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટના મંત્રી પ્રવીણસિંહ વાઢેર સાથે એન.સી.ટી.ઈ.-દિલ્હીના સભ્ય ભરતભાઈ ધોકાઈ અને વિદ્યાભારતીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. મેહુલભાઈ શાહ ઉપસ્થિત રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer