કચ્છના ખેડૂતોને સજીવ ખેતીના સેમિનારના જીવંત પ્રસારણનો લાભ લેવા અનુરોધ

ભુજ, તા. 4 : રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ડો. સુભાષ પાલેકર દ્વારા સંશોધિત કરવામાં આવેલ સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ અંગે નિષ્ણાત તાલીમાર્થીઓ તૈયાર કરવાના હેતુથી સ્વામિનારાયણ મંદિર વડતાલ, તા. નડિયાદ, જિ. ખેડા તા. 5થી 11 ડિસેમ્બર સાત દિવસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં થશે. તાલીમનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ અને ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર મારફતે થશે. તાલીમનો અને જીવંત પ્રસારણનો વધુમાં વધુ લાભ લેવા માટે ખેડૂત ભાઈઓને નાયબ બાગાયત નાયમકે અનુરોધ કર્યો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer