કાલે ભુજમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન સન્માન કાર્યક્રમ

ભુજ, તા. 4 : કચ્છ જિલ્લા ભાજપ તથા કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તા. 6ના સવારે 10 વાગ્યે ટાઉનહોલ સામે, ડો. બાબાસાહેબ આંબેડકરજીના નિર્વાણદિન તથા સંવિધાન સન્માનનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના તમામ હોદ્દારો, સાંસદ, ધારાસભ્યો, ચૂંટેલા પ્રતિનિધિઓ, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, તાલુકા શહેર મંડલ હોદ્દારો, તમામ મોરચાના હાદ્દારો, બૂથ સમિતિના પ્રમુખો, ગ્રામ પંચાયતના સરપંચો, સક્રિય સભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનો સહિત કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં હાજર રહેવા સામતભાઇ મહેશ્વરી, પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer