આજે હોમગાર્ડઝ નાગરિક સંરક્ષણ દિન નિમિત્તે પૂર્વ સ્વયંસેવકોનો સન્માન - વિવિધ કાર્યક્રમો

ભુજ, તા. 4 : શુક્રવારે 6ઠ્ઠી ડિસેમ્બરે હોમગાર્ડઝ-નાગરિક સંરક્ષણદિનની પૂર્વ સંધ્યાએ તા. 5ના પૂર્વ સ્વયંસેવકોના સન્માન અને ઘંટ વાદન સહિતના કાર્યક્રમો યોજાશે.આવતીકાલે તા. 5ના સાંજે 6 કલાકે સંસ્કૃત પાઠશાળા છઠ્ઠીબારી ખાતે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા અને વર્ષો સુધી સેવા આપનારા ભુજના સિનિયર એડવોકેટ નેમચંદભાઇ મહેતા, સીજુભાઇ પ્રેમજી રાજાનું સન્માન કરાશે. આ પ્રસંગે હોમગાર્ડઝના પૂર્વ જિલ્લા કમાન્ડન્ટ જગદીશભાઇ મહેતા ઉપસ્થિત રહેશે.આ ઉજવણી પ્રસંગે  નગર અધ્યક્ષા લતાબેન સોલંકી અને નાગરિક સંરક્ષણના વોર્ડન સભ્યો સાથે ઘંટ વાદન કાર્યક્રમ સાથે લોકજાગૃતિ અભિયાન હાથ ધરાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer