રૂટની બેવડી સદી, ઇંગ્લેન્ડ મજબૂત

રૂટની બેવડી સદી, ઇંગ્લેન્ડ મજબૂત
હેમિલ્ટન, તા. 2 : હેમિલ્ટન ખાતે રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે ચોથા દિવસે ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં 375 રન ઓલઆઉટના જવાબમાં ઇંગ્લેન્ડે 476 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન રૂટે કેપ્ટન ઇનિંગ્સ રમીને 441 બોલમાં 226 રન બનાવ્યા હતા જેમાં 22 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોપે 75 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી વાગનરે 124 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આજની રમત બંધ રહી ત્યારે ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં બે વિકેટે 96 રન કર્યા હતા. કેપ્ટન વિલિયમસન 37 અને ટેલર 31 રન સાથે રમતમાં હતા. ન્યૂઝીલેન્ડ હજુ પણ પાંચ રન પાછળ છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. આવતીકાલે આ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે બાટિંગ કરવાની મોટી જવાબદારી રહેશે. કારણ કે સસ્તામાં આઉટ થવાની સ્થિતિમાં ઇંગ્લેન્ડને જીતવાની તક મળી શકે છે. ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવમાં 375 રન ઓલઆઉટના જવાબમાં રમત બંધ રહી ત્યારે પાંચ વિકેટ ગુમાવીને 269 રન બનાવી લીધા હતા. આજે આગળ રમવાની શરૂઆત કરી હતી. રૂટ અને પોપ છવાયેલા રહ્યા હતા. બંનેએ ન્યૂઝીલેન્ડના બોલરો સામે મક્કમતાપૂર્વક બાટિંગ કરીને તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. આંકડા પર નજર કરવામાં આવે તો હેમિલ્ટનના આ મેદાન પર છેલ્લી છ ટેસ્ટ મેચ પૈકી ન્યૂઝીલેન્ડે પાંચ મેચો જીતી છે. આનો મતલબ એ થયો કે, છેલ્લી છ ટેસ્ટ મેચ પૈકી ન્યૂઝીલેન્ડની એક પણ ટેસ્ટમાં હાર થઇ નથી. રોસ ટેલરે હેમિલ્ટનમાં 18 ટેસ્ટ સદી પૈકી પાંચ સદી ફટકારી છે. અહીં તેને હવે વધુ એક સદી કરવાની તક રહેલી છે. આ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રૂટે ટોસ જીત્યા બાદ વરસાદગ્રસ્ત માહોલમાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. માઉન્ટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના પાંચમા અને અંતિમ દિવસે યજમાન ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ પર એક ઈનિંગ્સ અને 65 રને જીત મેળવીને શ્રેણીમાં 1-0ની મહત્ત્વપૂર્ણ લીડ મેળવી હતી. રૂટની શાનદાર બાટિંગ જારી રહી હતી. રૂટે 441 બોલમાં 22 ચોગ્ગા અને એક છગ્ગા સાથે આ રન બનાવ્યા હતા પરંતુ 336 મિનિટ સુધી તેની બાટિંગ રહી હતી જેથી ક્રિકેટ ચાહકો ધીમી બાટિંગના લીધે નિરાશ થયા હતા. સ્કોરબોર્ડ : ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવ : 375 ઈંગ્લેન્ડ પ્રથમ દાવ : બર્ન રનઆઉટ 101, સિબલે એલબી બો. સાઉથી 04, ડેનલી કો. વેટાલિંગ બો. હેનરી 04, રૂટ કો. નિકોલસ બો. સેન્ટનર 226, સ્ટોક્સ કો. ટેલર બો. સાઉથી 26, ક્રાઉલી કો. વેટાલિંગ બો. વાગનર 01, પોપ કો. રાવલ બો. વાગનર 75, કુરેન અણનમ 11, વોક્સ કો. વેટાલિંગ બો. વાગનર 00, આર્ચર બો. વાગનર 08, બ્રોડ બો. વાગનર 0, વધારાના 20, કુલ (162.5 ઓવરમાં આઉટ) 476. વિકેટપતન : 1-11, 2-24, 3-201, 4-245, 5-262, 6-455, 7-458, 8-460, 9-476, 10-476. બાલિંગ : સાઉથી : 37-4-90-2, હેનરી : 33-6-87-1, વાગનર : 35.5-3-124-5, મિસેલ : 22-5-69-0, સેન્ટનર : 35-4-88-1. ન્યૂઝીલેન્ડ બીજો દાવ : લાથમ કો. રૂટ બો. વોક્સ 18, રાવલ એલબી બો. કુરેન 00, વિલિયમસન અણનમ 37, ટેલર અણનમ 31, વધારાના 10, કુલ (34 ઓવરમાં 2 વિકેટે) 96. વિકેટપતન : 1-2, 2-28. બાલિંગ : બ્રોડ : 5-0-18-0, કુરેન : 8-1-26-1, આર્ચર : 7-0-19-0, વોક્સ : 7-3-8-1, સ્ટોક્સ : 6-1-17-0, ડેન્લી : 1-1-0-0.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer