ટીમ ઇંડિયાના ક્રિકેટર મનીષ પાંડેનાં અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન

ટીમ ઇંડિયાના ક્રિકેટર મનીષ  પાંડેનાં અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન
નવી દિલ્હી, તા. 2 : ટીમ ઇંડિયાના મધ્યક્રમના બેટધર અને કર્ણાટકના સુકાની મનીષ પાંડેએ સોમવારે સાંસારિક જીવનની નવી ઇનિંગ્સની શરૂઆત કરતાં પ્રેયસી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પ્રસંગમાં બંનેના માત્ર સંબંધીઓ અને નિકટના મિત્રો સામેલ થયા હતા. હજુ ગઇકાલે રવિવારે જ કર્ણાટકને સૈયદ મુસ્તાકઅલી ટી-20માં વિજેતા બનાવી હતી. રવિવારની રાત્રે તામિલનાડુ સામે સુરતમાં ખિતાબી જંગ જીત્યા પછી લગ્ન માટે મનીષ મુંબઇ પહોંચ્યો હતો. અશ્રિતા તમિળ ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી છે. તે ઇન્દ્રજીત, ઉધયમ એનએચ ફોર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer